ભાજપ-શિવસેનામાં ફરી શાબ્દિક ટપાટપી, ગઠબંધન પર સંકટના વાદળ
ભાજપ અને તેની સહયોગી શિવસેના વચ્ચે વધતુ અંદર ખતમ નથી થઇ રહ્યું, રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવમાં ભાગ લેતા શિવસેના સાંસદનો ફરી બફાટ
Trending Photos
નવી દિલ્હી : રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (NDA) ના ઘટક દળ શિવસેનાએ ગુરૂવારે નોટબંધી સહિત અનેક મુદ્દે સરકારની ટીકા કરી અને જણાવ્યું કે, શિવસેનાની રચના ભાજપ સાથે સરકાર બનાવવા માટે નથી થઇ. શિવસેના અગાઉ પણ અનેક વખત અલગ ચાલી છે અને આગળ પણ એકલી ચાલવા સક્ષમ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં હિસ્સો લેતા શિવસેના સભ્ય આનંદ રાવ અડસુલે કહ્યું કે, સરકારે પોતાની ભુલ સ્વિકારવી જોઇએ, પરંતુ દુર્ભાગ્યથી એવું નથી થઇ રહ્યું.
શિવસેનાના અનુસાર અમારા એક નેતાએ કહ્યું કે, શિવસેના સરકારમાં નહી પરંતુ તે એનડીએમાં છે, જેને અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, બાલાસાહેબ ઠાકરે, પ્રમોદ મહાજને બનાવ્યું હતું. હાલ અમે રાજગમાં છીએ પરંતુ આગળ નહી શું થઇ શકે છે. અડસુલે સંબોધન દરમિયાન તૃણમુલ કોંગ્રેસનાં સોગાત રોયને કહ્યું કે, શું ભાજપનાં લોકો શિવસેનાનો બહિષ્કાર કરી રહ્યા હતા, કારણ કે તેનાં 10 સભ્યો જ સદનમાં દેખાઇ રહ્યા હતા ? જે અંગે શિવસેના સભ્યએ કહ્યું હતું કે, બાલા સાહેબે શિવસેના એટલા માટે નથી બનાવી કે તે ભાજપ સાથે જોડાઇને સરકાર બનાવી શકે. અમે અગાઉ પણ એકલા ચાલ્યા છીએ અને ઉદ્ધવજી પણ બાલા સાહેબની જેમ પાર્ટીને આગળ વધારી રહ્યા છે. આગળ અમે એકટલા પણ ચાલી શકીએ છીએ. તેમણે કહ્યું કે, એકલા ચાલવાનું એક સારુ ઉદાહરણ મમતા બેનર્જી છે.
શિવસેના નેતાએ કહ્યું કે, અમારી સાથે શું વ્યવહાર થયો છે તે તમામ લોકો જાણે છે. અડસુલે કહ્યું કે, રાષ્ટ્રપતિએ અભિભાષણમાં નોટબંધીને મહત્વપુર્ણ પગલું ગણાવ્યું, જે અયોગ્ય છે. નોટબંધીનો ઉલ્લેખ રાષ્ટ્રપતિનાં અભિભાષણમાં ન હોવો જોઇએ, કારણ કે સરકારનાં આ પગલાનાં કારણે નાના વેપારીઓ, ખેડૂતો અને મજુરોને ખુબ જ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, સરકારે કેટલાક સારા કામ કર્યા છે પરંતુ તેણે પોતાની ભુલ પણ સ્વિકારવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે