સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, CBIએ ચાર્જશીટમાં બે લોકોને બનાવ્યા આરોપી
CBI એ સોનાલી ફોગાટ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા સાંગવાન અને સુખવિંદર સિંહની કોલવાલે જેલમાં પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગોવા પોલીસના દસ્તાવેજોની તપાસ કરી છે, જે 500થી વધુ પેજના છે.
Trending Photos
નવી દિલ્હીઃ Sonali Phogat Murder Case: સીબીઆઈએ સોનાલી ફોગાટ હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ગોવાના કર્લિઝ બારમાં શંકાસ્પદ સ્થિતિમાં સોનાલીનું મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર બળજબરીપૂર્વક ડ્રગ્સ આપીને હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. સોનાલીની હત્યાના આરોપમાં તે સમયે બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે સીબીઆઈએ બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ જાણકારી સીબીઆઈ સૂત્રોએ આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે માપુસામાં ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણી (JMFC) ની સમક્ષ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું છે.
બ્યૂરોએ મામલામાં ધરપકડ કરાયેલા સાંગવાન અને સુખવિંદર સિંહની કોલવાલે જેલમાં પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગોવા પોલીસના દસ્તાવેજોની પણ તપાસ કરી છે, જે 500થી વધુ પેજના છે. તેમાં સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈએ કર્લીના અપરાધ સ્થળને ફરીથી રિક્રિએટ કર્યું, જ્યાં ફોગાટને કથિત રીતે ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે હરિયાણાના મુખ્યમંત્રીની વિનંતી અને ખાપ મહાપંચાયલની માંગ બાદ રાજ્ય સરકારે ફોગાટ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. સોનાલી ફોગાટની પુત્રી યશોધરા ફોગાટે પણ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. યશોધરાએ તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો.
ગોવા પોલીસે, જે 23 ઓગસ્ટે સોનાલી ફોગાટના મોત બાદ હત્યા કેસની તપાસ શરૂ કરી હતી, તેને ન કોઈ મજબૂત પૂરાવા મળ્યા અને ન તે હત્યાના કોઈ ઈરાદા સુધી પહોંચી. શરૂઆતમાં ગોવા પોલીસે કુદરતી મોતનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગોવા પોલીસે પહેલા કહ્યું હતું કે સોનાલી ફોગાટને અંજુના સમુદ્ર કિનારા પર પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ તથા નાઇટ ક્લબ કર્લીઝમાં આરોપીઓએ મેથામફેટામાઇન ડ્રગ્સ પીવા માટે મજબૂર કરી હતી. આ મહિનાની શરૂઆતમાં કર્લીઝ રેસ્ટોરન્ટના માલિક એડવિન ન્યૂન્સની તેલંગણા પોલીસે ડ્રગ્સ કેસમાં ગોવાના અંજુનાથી ધરપકડ કરી હતી. નૂન્સ આ સપ્ટેમ્બરમાં સોનાલી ફોગાટના મોત બાદ ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં સામેલ હતો. બાદમાં તે જામીન પર છૂટી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે