કેટલીક તકેદારી ભૂકંપ જેવી હોનારતમાં જીવ બચાવી શકે છે, જાણો આ વિગતો
નિષ્ણાંતોનું કહેવુ છે કે, ભૂકંપના આંચકાઓને હળવાશથી ન લો, આમ કરવુ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ભૂકંપના કારણે ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટેની પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભૂકંપ એવી કુદરતી આપત્તિ છે જે ગમે ત્યારે આવી શકે છે. પૃથ્વી ક્યારે અચાનક હલવા લાગે તેનુ અનુમાન લગાવવુ મુશ્કેલ છે. થોડા સમય પહેલા ઉત્તર ભારત સહિત પડોશી દેશ પાકિસ્તાન, તઝાકિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. દિલ્લી, નોઈડા, હિમાચલ પ્રદેશ, જમ્મુ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકોમાં અફરાતફરી સર્જાઈ જાય છે. લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડવા લાગે છે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે, ભૂકંપના આંચકાઓને હળવાશથી ન લો, આમ કરવુ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ભૂકંપના કારણે ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટેની પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ. આજે અમે તમને કેટલાક અસરકારક પગલા વિશે જણાવીશું, જેનો ઉપયોગ તમે ભૂકંપની સ્થિતિમાં કરીને જીવન બચાવી શકો છો.
Top Hill Stations in India: એકવાર ભારતના આ હિલ સ્ટેશનોની મુલાકાત અચુક લેજો, હંમેશા રહેશે યાદગાર
ભૂકંપના આંચકાનો અનુભવ થતા તમે ઘરમાંથી બહાર ખુલ્લી જગ્યા પર જાવ. મોટી ઈમારત, વીજળીના થાંભલા અને ઝાડથી દૂર રહો. ભૂંકપ આવે ત્યારે બહાર નીકળવા માટે લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. નીચે ઉતરવા માટે સીડીઓનો જ ઉપયોગ કરો. જો તમે કોઈ એવી જગ્યા પર છો, જ્યાંથી બહાર નીકળવા છતાં પણ ફાયદો નહીં થાય. તો તમે એવી જગ્યા શોધો જ્યાં તમે બચી શકો. બેડ નીચે અથવા તો ટેબલ નીચે જઈને તમે પોતાને સુરક્ષિત રાખી શકો છો. ભૂકંપના આંચકા અનુભવાતા તમે પંખા, બારી, તિજોરી કે અન્ય ભારે સામાનથી દૂર રહો. ભારે સામાન પડવાથી કે કાંચ તૂટવાથી ઈજા થવાની શક્યતા રહે છે.
બેડ, ટેબલ, ડેસ્ક જેવા મજબૂત ફર્નીચર નીચે ઘુસીને તેને મજબૂતીથી પકડી લો. જેથી આંચકાના કારણે તે ખસી ન જાય. જો તમને આસપાસ કોઈ મજબૂત વસ્તુ નજરે નથી પડતી તો, કોઈ મજબૂત દિવાલને અડોઅડ ઉભા રહો. કોઈ મજબૂત વસ્તુ અથવા પુસ્તક વડે માથુ ઢાંકીને ઢીંચણના બળે બેસી જાવ. વારંવાર ખુલતા અને બંધ થતા દરવાજાથી દૂર રહો. જો ભૂકંપ આવે ત્યારે તમે ગાડીમાં હોવ ત્યારે બલ્ડિંગ, હોર્ડિંગ્સ, થાંભલા, ફ્લાયઓવર, પુલથી દૂર ખુલ્લા મેદાનમાં જતા રહો. ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખીને સ્થિતિ સામાન્ય થવાની રાહ જુઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે