VIDEO : દિલ્હી-NCRમાં હિમવર્ષા જેવા દૃષ્યો, નોઈડા બન્યું શિમલા

નોઈડા અને એનસીઆરની સડક પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી, જેના કારણે લોકોને એક જ અનુભવ જોવા મળ્યો હતો,દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ચાર્ટર્ડ વિમાન સહિત 16 વિમાનોને ગુરુવારે જયપુરના સંગાનેર આંતરરાષ્ટ્રીય વિમાન મથક મોકલવા પડ્યા હતા 

VIDEO : દિલ્હી-NCRમાં હિમવર્ષા જેવા દૃષ્યો, નોઈડા બન્યું શિમલા

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ગુરુવારે સાંજે અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો. દિલ્હી અને તેની આજુ-બાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો તો નોઈડામાં એટલા બધા કરા પડ્યા, જાણે કે ચારેય તરફ હિમવર્ષા થઈ હોય. 

આ બદલાયેના હવામાન અંગે લોકોએ સોશિયલ મીડિયા પર જાત-જાતની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. લોકોએ આ અનોખા દૃશ્યોનાં ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અનેક લોકોએ એવું લખ્યું કે નોઈડા બની ગયું શીમલા. 

પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસે પણ ટ્વીટર પર નોઈડામાં પડેલા કરાનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, આજે નોઈડાનું શિમલાકરણ થઈ ગયું. 

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) February 7, 2019

દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ચાર્ટર્ડ વિમાન સહિત 16 વિમાનોને ગુરુવારે જયપુરના સંગાનેર આંતરરાષ્ટ્રીય વિમાન મથક મોકલવા પડ્યા હતા.

— ANI UP (@ANINewsUP) February 7, 2019

સાંગાનેર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના નિર્દેશક ડે.એસ. બલહરાએ જણાવ્યું કે, દિલ્હીમાં ખરાબ હવામનના કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ચાર્ટર્ડ વિમાન અને દિલ્હીમાં ઉતરનારી અન્ય 15 વિવિધ ફ્લાઈટને જયપુર મોકલવામાં આવી હતી.  

— Pooja (@reporter_pooja) February 7, 2019

મનોહરલાલ ખટ્ટર જોધપુરથી દિલ્હી જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ખટ્ટર પોતાનું ચાર્ટર્ડ વિમાન મુકીને પછી સાંજે 7.45 કલાકે ઈન્ડિગોની નિયમિત ફ્લાઈટમાં દિલ્હી રવાના થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news