મુખ્યમંત્રી રૂપાણીએ ગંગા ઘાટ દશાશ્વમેઘ ખાતે પત્ની સાથે ગંગા આરતીમાં લીધો ભાગ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચ્યા હતા, અહીં તેમણે પત્ની સાથે કાશી વિશ્વનાથના દર્શન કર્યા અને પૂજા કરી હતી
Trending Photos
વારાણસીઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે ઉત્તર પ્રદેશમાં વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે સૌ પ્રથમ કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા અને અહીં પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ સંધ્યાકાળે તેમણે પત્ની સાથે ગંગા ઘાટ દશાશ્વમેઘ ખાતે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી આ આરતીમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી હતી.
ઉત્તરપ્રદેશ કુંભ મેળામાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મસ્તક પર ત્રિપિડ લગાવીને અને હર-હર મહાદેવના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક એવા વારાણસીના કાશી વિશ્વનાથ મંદીરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન મંદિરમાં 5 બ્રાહ્મણો દ્વારા ષોડ્ષોપચાર પૂજન કરવામાં આવ્યું હતું અને વિધી સાથે મુખ્યમંત્રીએ ભગવાનના દર્શન કર્યા હતા. માથા પર બાબાનો ત્રિપુંડ લગાવીને મુખ્યમંત્રી આભિભૂત થઈ ગયા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ ગર્ભગૃહ પહોંચીને ભગવાનને નમન કર્યું હતું અને પછી મંદિરનું ચારેય તરફથી અવલોકન કર્યું હતું. મંદિરના અધિકારીઓ તેમને મંદિરના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે મંદિરના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ મુખ્યમંત્રીને મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદ અને અંગ વસ્ત્ર પણ ભેટમાં આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી તેમનાં પત્ની સાથે સંધ્યાકાળે કાશીના પૌરાણિક ગંગા ઘાટ દશાશ્વમેઘ ખાતે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી આ આરતીમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી હતી. પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી અને તેમનાં પત્નીને ગંગા માતાની પૂજા કરાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે