ગણતંત્ર પર્વ પર વાયરલ થયો સ્મૃતિ ઈરાનીનો એક ઈમોશનલ વીડિયો, તમે પણ જુઓ

ગણતંત્ર પર્વ પર વાયરલ થયો સ્મૃતિ ઈરાનીનો એક ઈમોશનલ વીડિયો, તમે પણ જુઓ

આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દરેક લોકો પોતપોતાની રીતે લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બીજી તરફ, આ દિવસે આપણા દેશના તે નાયકોને પણ યાદ કરવામાં આવે છે, જેમણે દેશને વધુ ઉંચાઈઓ પર પહોંચાડ્યો. તેના વિશે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જોવા મળે છે. આ વીડિયોમાં એટલો ઉત્સાહ છે કે તે તમારી નસોમાં દેશભક્તિની ભાવના ભરી દેશે. વીડિયો જોયા પછી તમે એક જ વાત કહેશો ભારત માતા કી જય.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

વીડિયો જોઈને તમે થઈ જશો ઈમોશનલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે તે અટલ બિહારી વાજપેયીના એક નિવેદન વિશે કહી રહી છે. તે કહે છે કે અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું કે ભારત જમીનનો ટુકડો નથી. તેઓ જીવંત રાષ્ટ્રપૂરુષ છે. તેમણે કહ્યું હતું કે આ વંદનની ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે. આ અપર્ણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે.

— Reporters Fact (@reportersfact) January 26, 2023

તેની નદી-નદી આપણા માટે ગંગા છે. એનો કંકડ કંકડ આપણા માટે શંકર છે. આપણે આ ભારત માટે જીવીશું અને આ ભારત માટે જ મરીશું અને મૃત્યુ પછી પણ ગંગા જળમાં આપણી વહેતી અસ્થીઓને કાન લગાવીને સાંભળશે તો એક જ અવાજ આવશે. ભારત માતા કી જય 

ગણતંત્ર દિવસના અવસર પર લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. જે કોઈ પણ વીડિયો જોઈ રહ્યો છે તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકતો નથી. આ વીડિયો જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા છે. વિડિયો આત્મવિશ્વાસ પ્રેરિત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news