શું સિંહસ્થ છે મધ્યપ્રદેશના CM માટે જોખમી, જાણો શિવરાજની વિદાય સાથે શું છે કનેક્શન

જો કે અત્યાર સુંધી જે મુખ્યમંત્રીના શાશન કાળમાં સિંહસ્થનું આયોજન થયું છે. 1956થી અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 5 મુખ્યમંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે અથવા તો તેમની સત્તા છીનવાઈ ગઇ છે.

શું સિંહસ્થ છે મધ્યપ્રદેશના CM માટે જોખમી, જાણો શિવરાજની વિદાય સાથે શું છે કનેક્શન

કિંજલ મિશ્રા, ભોપાલ: વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હર પાર મંથન કરી રહી છે. વિશ્લેષણ કરીને તર્ક તથા રાજકીય કારણો અને સામાજિક પરિસ્થિતિ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર મધ્ય પ્રદેશની સિંહસ્થ સંદર્ભેની માન્યતાને સાચી ઠેરવી દીધી છે. સિંહસ્થ એટલે કુંભ મેળો. મધ્ય પ્રદેશના ઇતિહાસમાં અત્યાર સુધી 62 વર્ષમાં 5 સિંહસ્થનો કુંભ મેળો ઉજ્જેન મેળાનું આયોજન થયું છે.

જો કે અત્યાર સુંધી જે મુખ્યમંત્રીના શાશન કાળમાં સિંહસ્થનું આયોજન થયું છે. એમને સત્તાના સોપાન પરથી નીચે ઉતરવું પડ્યું છે. આને માત્ર એક મિથ કહીયે કે માત્ર એક સંયોગ પર મધ્ય પ્રદેશના રાજકીય આલમમાં આ ફરી એકવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. 1956થી અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 5 મુખ્યમંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે અથવા તો તેમની સત્તા છીનવાઈ ગઇ છે.

ત્યારે નજર કરીએ એ નામ પર જેમના શાશન કાળમાં સિંહસ્થનું આયોજન થયું હતું અને ત્યાર બાદની ચૂંટણીમાં હારનો જ સામનો કરવો પડ્યો

* 1956 રવિ શુક્લા (સી.એમ)
કાર્યકાળ:-
1 નવેમ્બર થી 31 ડિસેમ્બર 1956

* 1968 ગોવિંદ નારાયણ સિંહ
કાર્યકાળ:-
30 જુલાઈ 1967 -12 માર્ચ 1969

* 1980 સુંદર લાલ પટવા
કાર્યકાળ:-
20 જાન્યુઆરી 1980 -17 ફેબ્રુઆરી1980

* 1992 સુંદર લાલ પટવા
કાર્યકાળ:
- 5 માર્ચ 1990 -15 ડિસેમ્બર 1992

* 2004 ઉમા ભરતી
કાર્યકાળ:-
8 ડિસેમ્બર 2003 -23 ઓગસ્ટ 2004

* 2016 શિવરાજ સિંહ ચૌહાણ
કાર્યકાળ:- 29 નવેમ્બર 2005 થી 11 ડિસેમ્બર 2018

મહાકાલની નગરી ઉજ્જેનમાં સિંહસ્થની વર્ષોથી આયોજન થાય છે. દર 12 વર્ષે યોજાનાર આ ધાર્મિક અને આધ્યાત્મિક મેળામાં ના માત્ર દેશ પરંતુ દુનિયા ભર માંથી લોકો ભાગ લે છે. જો કે 1956થી સત્તા સાથે આ એક વિચિત્ર સંયોગ જોડાઇ ગયો છે. જે આ ચૂંટણીમાં પણ સાર્થક રહ્યું છે. વર્ષ આમતો મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005થી સત્તાના સુકાન સાંભળ્યા હતા. આ વખતે 2016માં સિંહસ્થનું આયોજન થયુ હતું. જેમાં શિવરાજ સિંહ ચૌહાણે મહત્વનો ભાગ ભંજવ્યો હતો.

જો કે સિંહસ્થ પૂર્ણ થતાં જ લોકોના મુખે આ લોકવાયકાની ચર્ચા થવા લાગી હતી. ચૂંટણી દરમ્યાન પણ આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો. અને ચુંટણીમાં પરિણામોને ફરી વાર આ માન્યતાને સાચી કરી છે. શિવરાજ પોતે તો ચૂંટણી ના જીત મેળવી. પરંતુ સત્તાના સુકાન છોડવા પડ્યા છે. 2018ની ચૂંટણીના પરિણામોએ ભાજપ અને શિવરાજ સિંહ ચૌહાણના વિજય રથને રોકી લીધો છે. આ પહેલા ઉમા ભરતીના શાશન કાળમાં પણ સિંહસ્થનું આયોજન થયું હતું. ત્યાર બાદ ઉમા ભરતીની ના માત્ર સીએમ તરીકે વિદાઈ થઈ પરંતુ પ્રદેશની રાજનીતિમાંથી પણ એકડો ભૂંસાઈ ગયો છે.

આ પહેલા 2003માં દિગ્વિજય સિંહે મુખ્યમંત્રી તરીકે સિંહસ્થની તૈયારી કરી હતી. 2004માં ચૂંટણીઓમાં કોંગ્રેસને ઘર બેસવાનો વારો આવ્યો અને ઉમા ભારતીને સત્તાના સિંહાસન મળ્યા હતા. જો કે, 2004માં ઉમા ભરતી સિહસ્થમાં યજમાન બન્યા હતા. ઓગસ્ટ 2004માં ખુરશી છોડવી પડી હતી. સુંદર લાલ પટવા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. પ્રથમ વાર 1980માં સુંદર લાલ પટવા સીએમ બન્યા અને સિંહસ્થની આયોજન થયું હતું.

પટવા એક મહિનો પર સરકાર ચલાવી શક્ય નહીં. 1992માં ફરી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. સિંહસ્થનું સમાપન કરીને હજુ રાહતના શ્વાસ લીધો જ હતો અને બાબરી ધવન્સ બાદ સરકાર બરખાસ્ત કરવાનો વારો આવ્યો અને રાષ્ટ્રપતિ શાશન લાગુ કરવામાં આવ્યું હતું. તો રવિ શુક્લા માત્ર 2 જ મહિના સીએમનું પદ મેળવી શક્યા હતા. ગોવિંદ નારાયણ સિંહ 11 મહિના બાદ પદ પરથી ઉતરવાનો વારો આવ્યો હતો. જો કે તમામ ઘટના ક્રમમાં સૌથી વધુ કાર્યકાળ સીએમ તરીકે શિવરાજ સિંહનો રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news