VIDEO : રિલીઝ થયું અમરીશ પુરીના પૌત્રની પહેલી ફિલ્મનું ટ્રેલર, જોઈને યાદ આવી જશે મોગેમ્બો

હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર અમરીશ પુરી (Amrish Puri)નો પૌત્ર હવે બોલિવૂડમાં પોતાનું પહેલું પગલું માંડવા તૈયાર છે

VIDEO : રિલીઝ થયું અમરીશ પુરીના પૌત્રની પહેલી ફિલ્મનું ટ્રેલર, જોઈને યાદ આવી જશે મોગેમ્બો

નવી દિલ્હી : હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર અમરીશ પુરી (Amrish Puri)નો પૌત્ર હવે બોલિવૂડમાં પોતાનું પહેલું પગલું માંડવા તૈયાર છે. તેની પહેલી ફિલ્મ 'યે સાલી આશિકી' (Yeh Saali Aashiqui)નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં વર્ધાન પુરી (Vardhan Puri)ની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. 

વર્ધાન પુરીની દમદાર એક્ટિંગ જોયા પછી ફરીવાર અમરીશ પુરી (Amrish Puri)ની દમદાર એક્ટિંગ યાદ આવી રહી છે. વર્ધાને પોતાની પહેલી ફિલ્મમાં મેચ્યોર અભિનેતા તરીકે છાપ છોડી છે. જોઈ લો ફિલ્મનું ટ્રેલર...

આ ફિલ્મ 'યે સાલી આશિકી' (Yeh Saali Aashiqui) એક થ્રિલર સસ્પેન્સ ડ્રામા છે. આ ટ્રેલર રિલીઝ થતા જ એને યુટ્યૂબ પર સારી એવી પ્રસંશા મળી રહી છે. ફિલ્મમાં વર્ધાન પુરી સાહિલનો રોલ ભજવી રહ્યો છે જે પોતાની સાથે ભણતી એક છોકરીને દિલ દઈ બેસે છે. ફિલ્મમાં વર્ધાન સાથે શિવાલિકા ઓબેરોય જોવા મળશે. આ બંનેની કેમિસ્ટ્રી બધાને આકર્ષી રહી છે. આ ફિલ્મ 'યે સાલી આશિકી' (Yeh Saali Aashiqui) ચિરાગ રૂપારેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે અને એના નિર્માતા જયંતિલાલ ગડા છે. આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news