પતિને હતો પત્ની પર અઢળક પ્રેમ...મૃત્યુના 3 વર્ષ બાદ આ રીતે કરી 'જીવિત', ખાસ જુઓ PHOTOS
Trending Photos
સદીઓ પહેલા પોતાની બેગમ મુમતાઝની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાએ તાજમહેલ બનાવડાવ્યો હતો. જે આજે પણ દુનિયાની સાત અજાયબીઓમા ગણાય છે. કર્ણાટકના એક ઉદ્યોગપતિ શ્રીનિવાસ ગુપ્તાએ પણ કઈંક આવું જ કામ કર્યું છે. તેમણે તાજમહેલ તો નથી બનાવડાવ્યો પરંતુ કઈંક એવું કામ કર્યું છે કે જેનાથી તેમના મૃત પત્ની થોડી પળો માટે ફરીથી જીવતા થઈ ગયાં. તેમના નવા ઘરના પ્રવેશને અવસરે જ્યારે શ્રીનિવાસે પત્ની માધવી સાથે મહેમાનોનું સ્વાગત કર્યું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયાં.
2017માં થયો હતો અકસ્માત
તેમની પત્નીનું વર્ષ 2017માં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ પત્ની અને બે પુત્રીઓ સાથે કારમાં ક્યાંક જઈ રહ્યાં હતાં. તે દરમિયાન કારનો ટ્રક સાથે અકસ્માત થયો. બાકી બધા સલામત રહ્યાં પરંતુ પત્ની માધવીનું મૃત્યુ થયું.
માધવીની યાદમાં ઘર બનાવવાનું સપનુ
આ ઘટનાથી આખો પરિવાર તૂટી ગયો. તેમાંથી બહાર આવવા માટે માધવીની યાદમાં એક ઘર બનાવવાનું નક્કી કર્યું. તેઓ માધવી માટે એક એવી મૂર્તિ બનાવવા માંગતા હતાં કે જે એકદમ સાચી લાગે. તેમણે અનેક કલાકારોનો સંપર્ક કર્યો પરંતુ સફળતા ન મળી.
એક વર્ષમાં બની મૂર્તિ
ત્યારબાદ જાણીતા આર્કિટેક્ટ રંગનાન્નવરે તેમનું આ સપનું પૂરું કર્યું. તેમણે શ્રીનવાસનની મુલાકાત કલાકાર શ્રીધર મૂર્તિ સાથે કરાવી અને તેમણે સિલિકોન વેક્સનું એકદમ આબેહૂબ માધવી જેવું જ પુતળું બનાવી દીધુ. એકવાર તો તેમને પોતાને ભરોસો ન થયો. આ આબેહૂબ પૂતળું બનાવતા એક વર્ષ લાગ્યું.
પુત્રીઓએ સજાવી માતાની મૂર્તિ
ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ નવા મકાનનો ગૃહ પ્રવેશ હતો તો શ્રીનિવાસની બંને પુત્રીઓએ માધવીની મૂર્તિને તેની ફેવરેટ ગુલાબી સાડી અને ઘરેણાથી સજાવી દીધી. ત્યારબાદ મૂર્તિને સોફા પર બેસાડીને શ્રીનિવાસ પોતે તે મૂર્તિની બાજુમાં બેસી ગયા. પળભર તો એક એવું લાગ્યું જાણે એક અનહોનીથી વિખૂટો પડેલો પરિવાર જાણે ભેગો થઈ ગયો.
How much do you miss the person you love? This man from Bellary, Karnataka lost his wife in a car accident. And during his housewarming today he ensured she was present...by getting her wax statue done. Beautiful work by the artist too. So life like. Love finds a way ♥️ pic.twitter.com/vZYGtWiS3W
— Revathi (@revathitweets) August 10, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે