લ્યો બોલો... લાઉડ સ્પીકરથી સંક્રમણ ફેલાય છે, ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

કોરોનાએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. માઇકમાં નીકળતા અવાજની સાથે કોરોના વિષાણુ ફેલાય છે.
લ્યો બોલો... લાઉડ સ્પીકરથી સંક્રમણ ફેલાય છે, ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: કોરોનાએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. માઇકમાં નીકળતા અવાજની સાથે કોરોના વિષાણુ ફેલાય છે.

ભુજના દિૃધામેશ્વર મહાદેવ મંદિર દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે આ મામલે ભુજના મામલતદારે વિચિત્ર કારણ આપીને પરવાનગી આપી ન હતી. આ મામલે મામલતદારે જણાવ્યું હતું કે, લાઉડ સ્પીકરમાંથી વિષાણુ નીકળે છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી શકાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news