PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની

એક સમય હતો જ્યારે મોઘલ બાદશાહ ઔરંગઝેબે દશના તમામ મંદિરોને તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા લઈને એક પૂજારી દામોદરદાસ બેરાગી બહાર નીકળી ગયા. દામોદરદાસ બૈરાગીએ અનેક રાજાઓને આ મંદિર નિર્માણ માટે આગ્રહ કર્યો જેથી કરીને તે પ્રતિમાને ફરીથી સ્થાપિત કરી શકાય. પરંતુ ઔરંગઝેબના ખૌફથી કોઈએ પણ સાથ આપ્યો નહીં. જાણો વધુ વિગતો...

PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની

Lord Krishna Temple In Rajasthan: રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શ્રીકૃષ્ણનું એક મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે જેને શ્રીનાથજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દેશની મોટી મોટી હસ્તીઓ પૂજાઅર્ચના કરવા માટે આવે છે અને ભગવાન પાસે નતમસ્તક થઈ જાય છે. મુકેશ અંબાણીથી લઈને પીએમ મોદી આ મંદિરમાં આવી ચૂક્યા છે. રાજસ્થાનના આ મંદિરનું મથુરાથી ખાસ કનેક્શન છે. અત્રે જણાવવાનું કે શ્રીનાથજીના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત છે. 

પૂજારીની બહાદુરીથી બચી પ્રતિમા
એક સમય હતો જ્યારે મોઘલ બાદશાહ ઔરંગઝેબે દશના તમામ મંદિરોને તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા લઈને એક પૂજારી દામોદરદાસ બેરાગી બહાર નીકળી ગયા. દામોદરદાસ બૈરાગીએ અનેક રાજાઓને આ મંદિર નિર્માણ માટે આગ્રહ કર્યો જેથી કરીને તે પ્રતિમાને ફરીથી સ્થાપિત કરી શકાય. પરંતુ ઔરંગઝેબના ખૌફથી કોઈએ પણ સાથ આપ્યો નહીં. ત્યારે અંતમાં બૈરાગીએ મેવાડના મહારાજા રાણા રાજા સિંહની મદદ માંગી અને રાણા રાજા સિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું અને ચેતવણી આપી કે આ મંદિર તરફ કોઈએ પણ નજર ઊંચી કરીને જોયું તો તેણે રાજપૂત સેનાનો મુકાબલો કરવો પડશે. 

ક્યાં છે આ મંદિર
નાથદ્વારાનું આ મંદિર રાજસ્થાનના ઉદયપુર નજીક છે. અહીં ટ્રેન કે ફ્લાઈટથી સીધા જઈ શકાય છે. ભગવાન શ્રીકૃષ્ણના અવતાર શ્રીનાથજીને સમર્પિત આ મંદિરમાં દેશ વિદેશથી લોકો આવે છે. તેમાં પ્રવેશવાના ચાર રસ્તા છે. હોળીના સમયે અહીં ખુબ રૌનક જોવા મળે છે.આ મંદિર સાથે એક માન્યતા છે કે અહીં જે પણ દર્શન કરવા માટે આવે છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે. આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news