સુરતના B.Techના વિદ્યાર્થીની કમાલ: દિવ્યાંગો માટે બનાવી અનોખી વ્હીલ ચેર, માત્ર 30 સેકન્ડમાં થાય છે પરિવર્તિત

Surat News: આમ તો બજારમાં અનેક વ્હીલચેર ઉપલબ્ધ છે પરંતુ કિંમત જોવા જઈએ તો અલગ અલગ વ્હીલ ચેર ની કિંમત સુવિધા મુજબ ખૂબ જ મોંઘી હોય છે જે સામાન્ય દિવ્યાંગ વ્યક્તિઓ ખરીદી શકતા નથી.

સુરતના B.Techના વિદ્યાર્થીની કમાલ: દિવ્યાંગો માટે બનાવી અનોખી વ્હીલ ચેર, માત્ર 30 સેકન્ડમાં થાય છે પરિવર્તિત

ચેતન પટેલ/સુરત: માત્ર 30 સેકન્ડમાં એક સાધારણ વ્હીલ ચેર ઇલેક્ટ્રીક વ્હીલ ચેરમાં પરિવર્તિત થઈ જશે. જે દિવ્યાંગ અને પેરાલીસીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. વ્હીલચેર હોવા છતાં બીજા પર આધરીત રહેવાની પીડા જોઈને સુરતના B.Tech થર્ડ ઈયરના વિદ્યાર્થી શિવમ મોર્યા દિવ્યાંગો માટે એક ખાસ અટેચમેન્ટ બનાવ્યું છે. જેના થકી તેમનું વ્હીલ ચેર આ અટેચમેન્ટ લગાવ્યા પછી ઇલેક્ટ્રિક વ્હીલ ચેરમાં ફેરવી જશે. 

No description available.

આમ તો બજારમાં અનેક વ્હીલચેર ઉપલબ્ધ છે પરંતુ કિંમત જોવા જઈએ તો અલગ અલગ વ્હીલ ચેર ની કિંમત સુવિધા મુજબ ખૂબ જ મોંઘી હોય છે જે સામાન્ય દિવ્યાંગ વ્યક્તિઓ ખરીદી શકતા નથી. બીજી બાજુ ઘણા દિવ્યાંગો પાસે વ્હીલ ચેર તો છે જ પરંતુ તેઓને આ ચલાવવા માટે મહેનત કરવી પડે છે અથવા તો બીજાની મદદ લેવી પડતી હોય છે. ઘરના વ્યક્તિને દિવ્યાંગ અને અસહાય જોઈને સુરતના એન્જિનિયરિંગના છાત્ર શિવમ મોર્યા ને વિચાર આવ્યો કે એક એવું અટેચમેન્ટ બનાવવામાં આવે કે જે વ્હીલ ચેરમાં અટેચ થઈ જાય અને એક ઈલેક્ટ્રીક વ્હીલ ચેરમાં રૂપાંતરિત થઈ જાય.

પાવર મળવાથી તે જે સ્પીડ પર ચાલે છે
શિવમ દ્વારા એક એવું અટેચમેન્ટ બનાવવામાં આવ્યું છે સામાન્ય વ્હીલ ચેરને ઇલેક્ટ્રીક વ્હીલ ચેરમાં પરિવર્તન કરી દે છે અને તેની ઉપર પણ ખૂબ જ ઓછો ખર્ચ થશે. શિવમ દ્વારા તૈયાર ખૂબ જ સાધારણ મેકેનિઝમ અને બેટરીથી ચાલનાર આ એટેચમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર એન્જીન ન હોવાથી કોઈપણ પ્રકારનો પોલ્યુશન પણ થતું નથી. 

No description available.

એટલું જ નહીં અટેચમેન્ટ થી કોઈ પણ પ્રકારનું આવાજ પણ થતો નથી. ઈલેક્ટ્રીક થી ચાલવાના કારણે ખૂબ જ સરળતાથી આ રોડ પર ચાલે છે. જેમાં એક એકસીલેટર હોય છે જ્યારે આ વ્હીલ ચેર પર બેસનાર વ્યક્તિ એકસીલેટર આપશે તો પાવર બેટરીમાં જશે અને આગળની વ્હીલમાં જે મોટર લાગ્યો છે અને પાવર મળવાથી તે જે તે સ્પીડ પર ચાલે છે.

શિવમ મૌર્યાએ જણાવ્યું હતું કે, પોતે કોઈ નવું વ્હીલ ચેર ડિઝાઇન કર્યું નથી. જોકે આ માટે તેઓએ એક અટેચમેન્ટ તૈયાર કર્યું છે જે દિવ્યાંગ લોકો વ્હીલ ચેર વાપરે છે આવા લોકો કે જેઓ ચાલી શકતા નથી. તેઓને કમરનો પ્રોબ્લેમ હોય અથવા તો પેરાલીસીસ હોય અને આ લોકો વ્હીલ ચેરનો ઉપયોગ કરી રહ્યા હોય આવા લોકો માટે આ ખાસ ઈલેક્ટ્રીક થી ચાલનાર વ્હીલ ચેર તેમને ડિઝાઇન કરી છે. જ્યારે કોઈ શરીરનો ભાગ કામ નથી કરતું તો તેઓ કોઇ પણ કાર્ય કરવામાં સારી રીતે સક્ષમ હોતા નથી તેઓ બીજાની ઉપર આશ્રિત થઈ જાય છે. જેથી તેઓએ એક એવો અટેચમેન્ટ બનાવ્યો છે કે જે તેઓની માટે ઉપયોગી બની રહેશે. 

No description available.

વધુમાં જણાવ્યું હતું કે તેઓએ એક એવું અટેચમેન્ટ તૈયાર કર્યું છે જે વ્હીલ ચેર ની આગળ લગાવવામાં આવશે માત્ર 30 સેકન્ડમાં એટેચ થઈ જશે. અટેચમેન્ટ લગાવવાથી સાધારણ વ્હીલ ચેર ઇલેક્ટ્રીક વ્હીલ ચેરમાં રૂપાંતરિત થઈ જશે. કોઈની મદદ વગર જ દિવ્યાંગ વ્યક્તિ પોતે જઈ શકશે. મારા પરિવારમાં પણ આવા લોકો છે અને તેઓ ડિસેબલ છે. જ્યારે તે તેમને મળ્યો, ત્યારે અનુભવ થયો કે જ્યાં સુધી વ્યક્તિનો હાથ પગ ચાલે ત્યાં સુધી વ્યક્તિ સક્ષમ હોય છે પરંતુ જ્યારે કોઈપણ અંગ હોતું નથી ત્યારે તે બીજા પર આશ્રિત થઈ જાય છે. તેમની આ તકલીફ જોઈને મને પોતે તકલીફ થઈ હતી. જેથી તેને આ વહીલચેર તૈયાર કરી છે. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news