Amarnath Yatra 2022: બે વર્ષ બાદ ફરી શરૂ થશે અમરનાથ યાત્રા, શ્રાઇન બોર્ડે તારીખોની કરી જાહેરાત
Amarnath Yatra 2022: છેલ્લા બે વર્ષથી બાબા બર્ફાનીના દર્શન માટે રાહ જોઈ રહેલાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
Trending Photos
જમ્મુ-કાશ્મીરઃ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ અમરનાથ યાત્રા આ વર્ષે ફરી શરૂ થવાની છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે રવિવારે યાત્રાની તારીખો જાહેરાત કરી છે. તારીખો જાહેર થતાં બાબાના ભક્તોને ખુશીના સમાચાર મળ્યાં છે.
30 જૂને શરૂ થશે અમરનાથ યાત્રા
બોર્ડ પ્રમાણે આ વખતે યાત્રા 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી ચાલશે. આ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન શ્રદ્ધાલુઓએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ યાત્રા માટે આગામી મહિને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
શ્રી અમરનાથ ગુફાના દર્શન કરી શકે છે લોકો
મહત્વનું છે કે શ્રી અમરનાથ ગુફા કાશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામાં છે. માન્યતા છે કે ત્યાં પર ભગવાન શિવે માતા પાર્વતીને અમર થવાની રહસ્યકથા સંભળાવી હતી. જે ત્યાં ગુફામાં હાજર બે કબૂતરોએ સાંભળી લીધી હતી. બરફથી લાગેલા પહાડોના ટોપ પર બનેલી એક ગુફામાં દર વર્ષે પ્રાકૃતિક રૂપથી શિવલિંગ બને છે, જેના દર્શન માટે લાખો લોકો ત્યાં પહોંચે છે.
કોરોનાને કારણે બ વર્ષ બંધ હતી યાત્રા
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હતી. હવે મહામારીના કેસ ઘટ્યા બાદ લોકો આ યાત્રીની રાહ જોઈ રહ્યાં હતા. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે રવિવારે આ યાત્રાની તારીખોની જાહેરાત કરી બાબાના ભક્તોને ખુશીના સમાચાર આપ્યા છે.
દેશની સૌથી દુર્ગમ ધાર્મિક યાત્રાઓમાંથી એક શ્રી અમરનાથ યાત્રા પર બે રસ્તાથી ચઢવામાં આવે છે. એક રસ્તો પહલગામથી છે, જ્યારે બીજો રસ્તો બાલટાલ દ્વારા છે. આ યાત્રા હંમેશા આતંકીઓ અને અલગાવવાદીઓના નિશાના પર રહી છે. જેના કારણે યાત્રા શરૂ થતાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવે છે.
ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી
આ યાત્રા પર માત્ર તે લોકો જઈ શકે છે, જેની ઉંમર 16થી 65 વર્ષ છે. યાત્રા કરવા માટે બોર્ડની પરમિટ અને ફિટનેસ મેડિકલ સર્ટિફિકેટ હાસિલ કરવું પડે છે. આ સર્ટિફિકેટ વગર યાત્રાની મંજૂરી મળતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે