Trending News: એક એવું ગામ જ્યાં ધોમધખતા તાપમાં પણ લોકો ખુલ્લા પગે ફરે છે, જૂતા પહેરો તો સજા મળે!
Trending Photos
Viral News: આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે બૂટ અને ચપ્પલ નહીં પહેરતા હોય. પગ સુરક્ષિત રાખવા માટે ચપ્પલ અને બૂટ વગેરેનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ધાર્મિક સ્થળો પર બૂટ-ચપ્પલ પહેરાતા નથી. પરંતુ એક ગામ એવું છે કે જ્યાં લોકો રોડ પર કે ઘરમાં કે ઘરની બહાર જૂતા પહેરતા જ નથી. જ્યાં જુઓ ત્યાં લોકો ખુલ્લા પગે જ જોવા મળે. જો કોઈ જૂતા પહેરેલા જોવા મળે તો તેને સજા મળે છે. આ પાછળ એક કારણ છે જે ખાસ જાણો.
દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ 450 કિલોમીટર દૂર આંદમાન નામનું એક ગામ છે. આ ગામમાં લગભગ 130 પરિવાર રહે છે અને તેમાંથી મોટાભાગના ખેડૂતો છે. ગામના એન્ટ્રી પોઈન્ટ પર એક મોટું ઝાડ છે જેની પૂજા થાય છે. તેની આગળ કોઈને પણ જૂતા પહેરીને જવાની પરવાનગી નથી. જો કોઈ આ ગામમાં બહારથી આવે તો તેણે પણ જૂતા ઉતારવા પડે છે. ગામમાં લોકો ખુલ્લા પગે જ ચાલે છે.
લોકો આ ગામમાં ખુલ્લા પગે જ ચાલે છે તેની પાછળ એક ધાર્મિક માન્યતા પણ રહેલી છે. વાત જાણે એમ છે કે અહીંના લોકો આખા ગામની જમીનને પવિત્ર માને છે અને તેને ભગવાનનું ઘર માને છે. આ જ કારણ છે જેના લીધે ગ્રામીણો ખુલ્લા પગે ચાલે છે. ગામવાળાનું કહેવું છે કે જો જૂતા ચપ્પલ પહેરીને રોડ પર ચાલીએ તો ભગવાન રીસાઈ જાય.
ગ્રામીણોએ એમ પણ કહ્યું કે અહીં રહેતા લગભગ 500 લોકોમાંથી માત્ર વૃદ્ધ લોકો જ ખુબ ગરમીમાં બપોરે જૂતા ચપ્પલ પહેરીને ફરી શકે છે. આ સિવાય કોઈ પણ જો નિયમ તોડે તો તેમને પંચાયત સજા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે