VIDEOમાં ધડાકો : શશિ થરૂર અંગ્રેજોનું અનૌરસ સંતાન, સૂટમાં લાગે છે વેઇટર

સુબ્રમણ્યમ સ્વામીએ શશી થરૂર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

VIDEOમાં ધડાકો : શશિ થરૂર અંગ્રેજોનું અનૌરસ સંતાન, સૂટમાં લાગે છે વેઇટર

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવાની ટીકા કરતા અને નાગાલેન્ડની પારંપરિક ટોપીને વિચિત્ર ગણાવતા કોંગ્રેસ નેતા શશિ થરૂર તરફથી આપવામાં આવેલા નિવેદન વિશે બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શશિ થરૂરના નિવેદનથી નોર્થ-ઇસ્ટના લોકોની લાગણી ઘવાઈ છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શશિ થરૂર કોકટેલ પાર્ટીની બહાર જ નથી આવ્યા. તેઓ ભલે સાંસદ અને મંત્રી બની ગયા હોય પણ તેમને આ વાતનો અહેસાસ જ નથી. સુબ્રમણ્યમ સ્વામીએ શશિ થરૂરની સરખામણી અંગ્રેજના અનૌરસ સંતાન સાથે કરી છે અને કહ્યું છે કે તેઓ એવા બાળક જેવા છે જેની બધી આદત અંગ્રેજ જેવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાગા ટોપી પહેરવાને વિચિત્ર હરકત કહેવા બદલ સુબ્રમણ્યમ સ્વામીએ શશી થરૂરની નિંદા કરી છે. તેઓ કહ્યું કે થરૂર પોટે સૂટ અને બુટમાં રેસ્ટોરાંના વેઇટર તેમજ બટલર જેવા લાગે છે. તેઓ કઈ રીતે નાગાલેન્ડના લોકોને પહેરવેશને વિચિત્ર કહી શકે છે? આવા લોકોનો તો બહિષ્કાર કરવો જોઈએ. 

— ANI (@ANI) August 7, 2018

નાગાલેન્ડની પારંપરિક ટોપીને ‘વિચિત્ર’ બતાવનાર કોંગ્રેસ નેતા શશિ થરૂરની ટિપ્પણી પર મુખ્યમંત્રી નેફિયુ રિયોએ ગંભીર આપત્તિ વ્યક્ત કરી છે. શશિ થરૂરનું નામ લીધા વગર મુખ્યમંત્રીએ નિવેદન કરવા માટે માફી માગવાની અને પાછું ખેંચી લેવાની માગણી કરી છે. 

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્પષ્ટ શબ્દોમાં પુછ્યું છે કે તેઓ મુસ્લિમ ટોપી પહેરવાની આનાકાની કેમ કરે છે. રવિવારે પોતાના સંસદીય વિસ્તાર તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આખરે પીએમ જે દુનિયાભરમાં અલગ અલગ પાઘડીઓ પહેરે છે, એક મુસ્લિમ ટોપી કેમ પહેરવાથી ઈનકાર કરે છે? ગૃહમંત્રાલયના એક આંકડાને દર્શાવતા થરુરે કહ્યું કે, ગત ચાર વર્ષોમાં સાંપ્રદાયિક હિંસાના 2920 ઘટનાઓ દેખી ચુક્યા છે. થરુરે કહ્યું કે ભાજપ સત્તામાં આવ્યા બાદ દેશમાં સાંપ્રદાયિક હિંસાઓની ઘટનાઓ વધી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news