Maharashtra માં કોંગ્રેસ-NCP નો સાથ છોડી ફરી BJP સાથે આવશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, અમારા પર લોકતંત્રની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે, પરંતુ શું કેન્દ્ર લોકતંત્રને સફેદ કરે છે જ્યારે તે દબાવ બનાવવાના પ્રયાસમાં તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે. 
 

Maharashtra માં કોંગ્રેસ-NCP નો સાથ છોડી ફરી BJP સાથે આવશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં આ દિવસોમાં સત્તા પરિવર્તનને લઈને અટકળોનું બજાર ગરમ છે. હાલમાં સમાચાર આવ્યા હતા કે શિવસેના સાંસદ સંજય રાઉત અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આશીષ શેલાર વચ્ચે પાછલા શનિવારે એક ગુપ્ત બેઠક થઈ છે. આ પહેલા પણ સત્તાધારી શિવસેના અને વિપક્ષ ભાજપના નેતાઓ વચ્ચે ઘણી ગુપ્ત બેઠકો થઈ છે. આ બેઠકોએ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તનની અટકળોને હવા આપી હતી. 

પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આવી કોઈ સંભાવનાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું હજુ પણ અજીત પવાર અને બાલાસાહેબ થોરાટની સાથે બેઠો છું. હું ક્યાંય જઈ રહ્યો નથી. શિવસેના-ભાજપ એકસાથે આવવાની અટકળો પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ આ જવાબ આપ્યો છે. 

— ANI (@ANI) July 6, 2021

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, અમારા પર લોકતંત્રની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે, પરંતુ શું કેન્દ્ર લોકતંત્રને સફેદ કરે છે જ્યારે તે દબાવ બનાવવાના પ્રયાસમાં તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે. 

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. પહેલા પ્રદેશ કોંગ્રેસ ચીફે કહ્યુ કે, તેમની પાર્ટી એકલી ચૂંટણી લડશે. ત્યારબાદ રવિવારે ફડણવીસે કહ્યુ કે, શિવસેના ભાજપની દુશ્મન નથી. ત્યારબાદ ફરી અટકળો શરૂ થઈ કે બે પૂર્વ સહયોગી પાર્ટીઓ એકવાર ફરી સાથે આવી શકે છે. 

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે તેમની હાલની બેઠક અને ભાજપ અને શિવસેના ફરી એક સાથે આવવાની સંભાવના વિશે પૂછવા પર ફડણવીસે કહ્યુ હતુ, રાજનીતિમાં કોઈ કિંતુ પરંતુ હોતું નથી. પરિસ્થિતિઓ અનુસાર નિર્ણય લેવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનમંડળના ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યા પર સંવાદદાતા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યુ હતુ કે, ભાજપ અને શિવસેના દુશ્મન નથી, પરંતુ મતભેદ છે. સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે આગળ કહ્યું- અમારા મિત્ર (શિવસેના) એ અમારી સાથે 2019ની વિધાનસભા ચૂંટણી લડી. પરંતુ ચૂંટણી બાદ તેણે (શિવસેનાએ) તે લોકો (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ) સાથે હાથ મિલાવી લીધો જેની વિરુદ્ધ અમે ચૂંટણી લડ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news