ધોરણ 10 પાસ મજૂરે અનેક યુવતીને હિરોઇન બનાવવાનાં સપના દેખાડીને કર્યા એવા કામ કે...

ફિલ્મ તેમજ સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચારવાના ગુનામાં શહેર પોલીસે દસમું ધોરણ ભણેલા બોગસ ફિલ્મ ડાયરેકટરને ઝડપી પાડ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો આ શખ્સ યુવતીઓને કેવી રીતે બનાવતો પોતાની હવસનો શિકાર બનાવતો હતો. 

ધોરણ 10 પાસ મજૂરે અનેક યુવતીને હિરોઇન બનાવવાનાં સપના દેખાડીને કર્યા એવા કામ કે...

હાર્દિક દીક્ષિત/વડોદરા : ફિલ્મ તેમજ સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચારવાના ગુનામાં શહેર પોલીસે દસમું ધોરણ ભણેલા બોગસ ફિલ્મ ડાયરેકટરને ઝડપી પાડ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો આ શખ્સ યુવતીઓને કેવી રીતે બનાવતો પોતાની હવસનો શિકાર બનાવતો હતો. 

ફિલ્મી સિતારાઓની ચકાચોન ભરી જિંદગીને જોઈ અંજાઈ જતી આજની યુવા પેઢી માટે દાખલા રૂપ એક કિસ્સો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગત તારીખ 3 ના રોજ દિલ્લીની એક યુવતીએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત 2020 ના જાન્યુઆરી મહિનામાં ડાયરેક્ટર રાજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો. 

ત્યાર બાદ યુવતીનો ફિલ્મ ડાયરેકટર સાથે સંપર્ક થયો હતો. રાજ ઉર્ફ રજનીશ મિશ્રા નામના ફિલ્મ ડાયરેક્ટરે યુવતીને વડોદરા આવવાની ઓફર કરી હતી. પોર્ટફોલિયો બનાવવા માટે યુવતીએ તેની પાસે 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ રાજ મિશ્રાએ યુવતીને દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતી. જ્યા તેને યુવતી પાસેથી બીજા 52 હજાર રૂપિયાની માંગણી કરી હતી, તેમાંથી  રૂપિયા 25000 રાજ મિશ્રાને આપ્યા હતા.

રાજ(રજનીશ) મિશ્રાએ યુવતીને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં જરૂરિયાત સમજીને યુવતીએ ફોટા પડાવ્યા હતા. ત્યારે રજનીશ મિશ્રાએ જબરજસ્તીથી શરીર સાથે છેડછાડ કરી. દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ યુવતીને ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી કે, દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં અને અવારનવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી મારી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જો તે રકમ નહીં આપે તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી દઈશું તેવી ધમકી આપતો હતો.

મહત્વનું છે કે, આરોપી રજનીશ મિશ્રાને ઝડપી લેવા પોલીસે એક ટીમ યુપી રવાના કરી હતી. દરમિયાન બળાત્કારી રજનીશ વડોદરાના સિયાપુરા વિસ્તારમાં પોતાના ભાઈના ઘરે છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસેના હાથે ઝડપાયેલો રાજ ઉર્ફે રજનીશ મિશ્રાએ ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો હતો, પરંતુ તેની હરકતોના કારણે બેરોજગાર થયો હતો.

રજનીશ મિશ્રાએ અત્યાર સુધી છ થી વધુ યુવતીઓના નામના બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવ્યા છે, તેમજ દસથી વધુ વોટ્સએપ નમ્બર ધરાવે છે. ત્યારે રજનીશે અત્યાર સુધી કેટલી યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે? તેમજ તેની સાથે અન્ય કોણ સામેલ છે તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news