નાગરિકતા સંશોધન બિલ: શિવસેનાનો વિરોધ, કહ્યું 'હિંદુ-મુસલમાનમાં અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે BJP'
શિવસેના (Shiv Sena)એ નાગરિકતા સંસોધન બિલ (Citizenship Amendment Bill)નો વિરોધ કરી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે આ બિલ દ્વારા ભાજપ (bjp) હિંદુ મુસલમાન વચ્ચે અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: શિવસેના (Shiv Sena)એ નાગરિકતા નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill)નો વિરોધ કરી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ દ્વારા ભાજપ (bjp) હિંદુ મુસલમાન વચ્ચે અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્વીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે લોકસભા (Lok Sabha)માં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) રજૂ કરવાના છે. રાજકીય રીત સંવેદનશીલ આ બિલને લઇને વિપક્ષ દ્વારા વિરોધના સ્વર ગુંજી રહ્યા છે.
બુધવારે જ મોદી કેબિનેટે (Modi Cabinet) નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી હતી. કેબિનેટ મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું હતું કે નાગરિકતા સંશોધન બિલમાં દેશના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. જાવડેકરે કહ્યું કે, "મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે બિલની જોગવાઈઓની જાહેરાત કરાશે તો અસમ, ઉત્તર-પૂર્વ અને સમગ્ર દેશ તેનું સ્વાગત કરશે."
વિપક્ષ કરી રહ્યો છે વિરોધ
પાકિસ્તાન, અફઘાનિસ્તા અને બાંગ્લાદેશમાં ઉત્પીડનના લીધે ત્યાંથી ભાગીને આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે અસમ અને ઉત્તર-પૂર્વમાં બિલને લઈને વિરોધ ચાલુ જ છે.
નાગરિકતા સંશોધન બિલને વિપક્ષે પહેલાં જ વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે તેને અસંવૈધાનિક ગણાવ્યું છે. બિલમાં મુસ્લિમને છોડવા માટે અલ્પસંખ્યક જૂથોએ પણ વિરોધ કર્યો છે.
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)એ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે બે બિલનો પ્રસ્તાવ રજૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે