PM મોદી અને શેખ હસીનાની મુલાકાત, ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું.

PM મોદી અને શેખ હસીનાની મુલાકાત, ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને આગામી ઉચ્ચ સ્તરે લઈ જવા માટે વાતચીત કરી. મોદી અને હસીના વચ્ચે 10 દિવસમાં આ બીજી મુલાકાત છે. બંને નેતાઓ 27મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મળ્યાં હતાં. 

— ANI (@ANI) October 5, 2019

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધુ 3 દ્વિપક્ષીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવાની તક મળી તેનો આનંદ છે. એક વર્ષમાં અમે કુલ 12 સંયુક્ત પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. 

ભારત-બાંગ્લાદેશ વાતચીત દરમિ.યાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને સંબંધો વધારવા પર ભાર રહ્યો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગુરુવારથી ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news