30 થી 50 વર્ષની ઉંમરના લોકોમાં કિડનીની બિમારીઓ વધી
ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગને કારણે યુવાનોમાં કિડની સંબંધિત બિમારીઓના પ્રમાણમાં વધારો
Trending Photos
આજની અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ, ડાયાબિટિસ, પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગ તેમજ ધુમ્રપાન જેવી આદતોને કારણે 30થી50 વર્ષની ઉંમરના લોકોમાં કિડની સંબંધિત વિવિધ બિમારીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અગાઉના સમયમાં મોટાભાગે 50 વર્ષ પછીની ઉંમરના લોકોમાં કિડનીની બિમારીનું પ્રમાણ વધુ જોવા મળતું હતું, પરંતુ હવે અનિયમિત જીવનશૈલી, સંતુલિત આહારનો અભાવ વગેરે પરિબળોને કારણે યુવાનોમાં પણ કિડનીના રોગો વધી રહ્યાં છે.
એક અંદાજ મૂજબ શહેરમાં 5 લાખથી વધુ લોકો કિડનીની બિમારીથી પીડીત છે તેમજ દર વર્ષે લગભગ 1500 જેટલાં દર્દીઓને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, જેમાંથી માત્ર 500થી600 લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે. ડાયાલિસિસિની પર્યાપ્ત સુવિધઆઓનો અભાવ તથા ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની દાતાઓના અભાવને કારણે ઘણાં લોકો મોતને ભેટે છે. આ પરિસ્થિતિમાં ગુજરાત અને અમદાવાદમાં કિડનીની બિમારીથી પીડાતા લોકોને વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આજે મુખ્ય અતિથિ પુરુષોત્તમ રૂપાલા અને શહેરના જાણીતા નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. જીગર શ્રીમાળીની ઉપસ્થિતિમાં રીનસ કિડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ડો. જીગર શ્રીમાળીએ જણાવ્યું હતું કે, “કિડનીની વિવિધ બિમારીઓથી પીડાતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોમાં જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવવા વિશે માહિતીનો પ્રસાર કરવો અત્યંત આવશ્યક છે, જેથી તેમને બિમારીમાં સપડાતા રોકી શકાય. આ ઉપરાંત ગુજરાતના લોકો ઓર્ગન ડોનેશનની મહત્વતાને ખુબજ સારી રીતે સમજે છે, પરંતુ કિડની ડોનેશન અંગેની જાગૃતિમાં ફેલાવો થાય તે અત્યંત જરૂરી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકોને કિડની ડોનરના અભાવે લાંબા સમય સુધી ડાયાલિસિસના સહારે રહેવું પડે છે. લોકોમાં કિડની ડોનેટ કરવાની જાગૃતિ ફેલાવવાથી આગામી સમયમાં સમયસર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વધુ સંખ્યામાં લોકોને મોતને ભેટતા અટકાવવામાં મદદ મળી રહેશે તથા તંદુરસ્ત સમાજના નિર્માણના સપનાને સાકાર કરી શકાશે.”
રીનસ કિડની હોસ્પિટલ અનુભવી ડોક્ટર્સની ટીમ તથા અદ્યતન ડાયાલિસિસ સેન્ટર, ડાયાલિસિસ થેરાપી માટે કુશળ અને અનુભવી ટેકનીશીયન્સની ટીમ તેમજ વિવિધ નેફ્રોલોજી પ્રક્રિયાઓ માટે જરૂરી ઉપકરણોથી સજ્જ છે.
મહત્વપૂર્ણ છે કે દર્દીની સારવારમાં સારા ડોક્ટર્સની સાથે-સાથે કુશળ ટેકનીશીયન્સની ભુમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ બાબતને લક્ષ્યમાં રાખીને નેફ્રોલોજી ક્ષેત્રે વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ડો. જીગર શ્રીમાળીએ ગ્લોમ ઇન્ડિયાની સ્થાપના કરી છે. આ ઉપરાંત તેમણે ટેક્સટબુક ઓફ ડાયાલિસિસ થેરાપી નામનું પુસ્તક પણ લખ્યું છે, જેને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે.
આ એકેડમી વિદ્યાર્થીઓ, ટેકનીશીયન્સ અને ઉભરતાં ડોક્ટર્સને અસરકારક ઓનલાઇન લર્નિંગ માહોલમાં નેફ્રો-સાયન્સ સંબંધિત જરૂરી કૌશલ્યો પૂરાં પાડે છે. એકેડમી રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી અને નેફ્રોલોજી ક્ષેત્રે વૈશ્વિક જાગૃતિ અને સમજણને પ્રોત્સાહન આપે છે, જેથી ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ચિત કરી શકાય. ગ્લોમ ઇન્ડિયા અભ્યાસકર્તાઓને પરંપરાગત ક્લારૂમની જગ્યાએ પર્સનલાઇઝ્ડ લર્નિંગ ડેશબોર્ડ ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે