બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
Sharda Sinha Passes Away: બિહારના કોકિલા શારદા સિન્હાનું નિધન થયું છે. લોક ગાયિકા કેન્સર સામે લડી રહ્યાં હતા અને ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે 72 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે.
Trending Photos
Sharda Sinha Passed Away: બિહારમા સ્વર કોકિલા અને દેશના પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હાનું લાંબી માંદગી બાદ 5 નવેમ્બર, મંગળવારે સાંજે નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતી અને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. તેમના નિધન પર દેશની ઘણી જાણીતી હસ્તીઓએ ઊંડી શોક વ્યક્ત કરી છે.
બીમારી સામે લાંબી લડાઈ
શારદા સિન્હા 2017 થી મલ્ટિપલ માયલોમા નામના કેન્સર સામે લડી રહ્યા હતા, જે અસ્થિ મજ્જાને અસર કરે છે. તેઓ લાંબા સમય સુધી આ બીમારી સામે સંઘર્ષ કરતા રહ્યા, પરંતુ અંતે 72 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના પાછળ તેમના પુત્ર અંશુમન અને પુત્રી વંદના છે, જેમણે તેમની સંભાળ લીધી. તેમના પતિ બ્રજ કિશોર સિન્હાનું આ વર્ષે બ્રેઈન હેમરેજથી અવસાન થયું હતું.
લોક ગાયકીમાં અજોડ ફાળો
શારદા સિંહાએ પોતાનું જીવન બિહારના લોક ગાયને સમર્પિત કર્યું હતું. તેમનો જન્મ 1 ઓક્ટોબર 1952ના રોજ બિહારમાં થયો હતો. તેમણે મુખ્યત્વે મૈથિલી અને ભોજપુરી ભાષાઓમાં ગીતો ગાયાં, જે બિહાર અને ઉત્તર પ્રદેશમાં અત્યંત લોકપ્રિય બન્યાં. તેમના ગીતોમાં છઠ પૂજા, લગ્ન અને સાંસ્કૃતિક તહેવારોનું વિશેષ સ્થાન હતું. તેમના છઠ પર્વના ગીતોએ દરેકના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે