ચીન મુદ્દે શરદ પવારે રાહુલ ગાંધીને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- '1962ને ભૂલી શકીએ નહીં'
લદાખ સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સરહદ વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને રાજનીતિ થવી જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે 'વર્ષ 1962માં શું થયું હતું, તેને ભૂલી શકાય નહીં. ચીને આપણા 45000 વર્ગ કિમી ક્ષેત્રમાં અતિક્રમણ કરી લીધુ હતું.' પવારે કહ્યું કે 'હાલમાં, મને નથી ખબર કે તેણે ભૂમિ પર કબજો જમાવ્યો છે કે નહીં પરંતુ તેના પર ચર્ચા કરતી વખતે આપણે ભૂતકાળને યાદ રાખવો જરૂરી છે.'
Trending Photos
નવી દિલ્હી: લદાખ (Ladakh) સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સરહદ વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને રાજનીતિ થવી જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે 'વર્ષ 1962માં શું થયું હતું, તેને ભૂલી શકાય નહીં. ચીને આપણા 45000 વર્ગ કિમી ક્ષેત્રમાં અતિક્રમણ કરી લીધુ હતું.' પવારે કહ્યું કે 'હાલમાં, મને નથી ખબર કે તેણે ભૂમિ પર કબજો જમાવ્યો છે કે નહીં પરંતુ તેના પર ચર્ચા કરતી વખતે આપણે ભૂતકાળને યાદ રાખવો જરૂરી છે.'
પવારની આ ટિપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે આરોપો પર હતી જેમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ચીનની આક્રમકતાના કારણે ભારતીય ક્ષેત્ર સોંપી દીધો. તેમણએ એમ પણ કહ્યું કે લદાખમાં ગલવાન ઘાટીની ઘટનાને રક્ષામંત્રીની નિષ્ફળતા બતાવવામાં ઉતાવળ ન કરી શકાય કારણ કે પેટ્રોલિંગ સમયે ભારતીય સૈનિકો સતર્ક હતાં. મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સમગ્ર પ્રકરણ 'સંવેદનશીલ' પ્રકૃતિનો છે. ગલવાન ઘાટીમાં ચીને ઉશ્કેરણી કરનારું વલણ અપનાવ્યું.
We can’t forget what happened in 1962 when China occupied 45,000 sq km of our territory. At present,I don't know if they occupied any land,but while discussing this we need to remember past. National security matters shouldn't be politicised: Sharad Pawar on Rahul Gandhi's remark pic.twitter.com/bzZmRZtwVU
— ANI (@ANI) June 27, 2020
પૂર્વ રક્ષામંત્રીએ કહ્યું કે ભારત સંચાર ઉદ્દેશ્યોથી પોતાના ક્ષેત્રની અંદર ગલવાન ઘાટીમાં એક રસ્તો બનાવી રહ્યું હતું. પવારે કહ્યું કે તેમણે (ચીની સૈનિકોએ) આપણઆ રસ્તા પર અતિક્રમણ કરવાની કોશિશ કરી અને ધક્કામુક્કી કરી. આ કોઈની નિષ્ફળતા નથી. જો પેટ્રોલિંગ દરમિયાન કોઈ (તમારા વિસ્તારમાં) આવે તો તે કોઈ પણ સમયે આવી શકે છે. આપણે એમ ન કહી શકીએ કે તે દિલ્હીમાં બેઠેલા રક્ષામંત્રીની નિષ્ફળતા છે.
તેમણે કહ્યું કે ત્યાં પેટ્રોલિંગ ચાલુ હતું, ઘર્ષણ થયું તેનો અર્થ એ છે કે તમે સતર્ક હતાં. જો તમે ત્યાં ન હોત તો તમને ખબર પણ ન પડત કે તેઓ ક્યારે આવ્યાં અને જતા રહ્યાં. આથી મને નથી લાગતું કે હાલ આરોપ લગાવવા માટે આ યોગ્ય સમય છે.
જુઓ LIVE TV
જેપી નડ્ડાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા સોનિયા ગાંધીને અનેક સવાલ પૂછ્યા. નડ્ડાએ કહ્યું કે કોરોના વાયરસ સંકટની આડમાં સોનિયા ગાંધીએ તે સવાલોથી બચવું ન જોઈએ જેના જવાબ દેશ જાણવા માંગે છે. નડ્ડાએ કહ્યું કે પીએમ નેશનલ રિલિફ ફંડ કે જે લોકોની સેવા અને તેમને રાહત પહોંચાડવા માટે છે તેમાંથી 2005-08 સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ ગયા? દેશની જનતા તેનો જવાબ જાણવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે