શરદ પવાર અને PM મોદીની મુલાકાત પર કોંગ્રેસને પડ્યો વાંધો: સૂત્ર

મહારાષ્ટ્રમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવાની કવાયતમાં છે. આ બધી ગડમથલમાં આજે એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે મોટું કુતૂહલ સર્જ્યુ છે.

શરદ પવાર અને PM મોદીની મુલાકાત પર કોંગ્રેસને પડ્યો વાંધો: સૂત્ર

નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra) માં હાલ રાષ્ટ્રપતિ શાસન(President Rule) લાગુ છે. શિવસેના(Shivsena) કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવાની કવાયતમાં છે. આ બધી ગડમથલમાં આજે એનસીપી(NCP) અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ની મુલાકાતે મોટું કુતૂહલ સર્જ્યુ છે. કોંગ્રેસ(Congress) તો જાણે ભડકી ગઈ છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે મુલાકાત માટે આ યોગ્ય સમય નથી. ખેડૂતોના મુદ્દે થયેલી આ બેઠકમાં અમિત શાહ(Amit Shah) પણ હાજર રહ્યાં હતાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે પવારની પીએમ મોદી સાથેની આ મુલાકાતનો 'સમય ખોટો' છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે બિનભાજપ સરકાર ડિસેમ્બરના પહેલા અઠવાડિયા પહેલા બની જશે પરંતુ જો શિવસેના કોઈ સાંપ્રદાયિક એજન્ડા અપનાવશે તો કોંગ્રેસ સરકારમાંથી બહાર થઈ જશે. આ બાજુ શિવસેનાએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે સરકાર ખેડૂતોની હાય ન લે. 

મહારાષ્ટ્રમાં સરકાર કોની બનશે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ શિવસેનાના નેતાઓ તરફથી વિવાદિત નિવેદનો સતત આવ્યાં કરે છે. મહારાષ્ટ્રની સિલ્લોડ વિધાનસભા બેઠકના શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે વિવાદિત નિવેદન આપ્યું. તેમણે ધમકીના સૂરમાં કહ્યું કે, 'જે પણ અમારા વિધાયકોને તોડવાની કોશિશ કરશે શિવસેના તેનું માથું ફોડી નાખશે.' અત્રે જણાવવાનું કે અબ્દુલ સત્તાર શિવસેનાના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. 

જુઓ LIVE TV

અબ્દુલ સત્તારે ZEE News સાથે વાતચીતમાં કહ્યું કે, 'જે પણ તોડફોડની રાજનીતિ અમારી શિવસેના સાથે કરશે તેમના માથા ફોડી નખાશે. શિવસેનાના વિધાયકોને કોઈએ પણ ખોટી રીતે તોડવાની કોશિશ કરી તો શિવસેનાના વિધાયકો તો નહીં તૂટે પણ વિધાયકોને તોડનારાના માથા જરૂર ફૂટશે.' 

અબ્દુલ સત્તાર આટલે જ ન અટક્યા તેમણે વધુમાં કહ્યું કે, 'મારી આ વાતને માત્ર ચેતવણી ન સમજતા, આ ચેતવણીની સાથે સાથે ધમકી પણ છે. શિવસેનાના વિધાયકોને જો કોઈ ફોડવા માંગતા હોય તો તેમને ચેતવણી આપવાની શિવસેનાની આ સ્ટાઈલ છે. શિવસેના ફક્ત ચેતવણી નથી આપતી, સમય આવ્યે શિવસેના એ બધી વસ્તુઓ પાર પાડવામાં પાછળ પણ નથી પડતી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news