Shaniwar Ke Upay: શનિની પીડા દૂર કરવા માટે બ્રહ્માજીએ બતાવ્યો આ સરળ ઉપાય, શનિવારે કરવાનું રહેશે આ કામ

Shaniwar Remedies: શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમા6 એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો. 

Shaniwar Ke Upay: શનિની પીડા દૂર કરવા માટે બ્રહ્માજીએ બતાવ્યો આ સરળ ઉપાય, શનિવારે કરવાનું રહેશે આ કામ

Saturday Remedies: હિંદુ ધર્મમાં શનિની કુદ્રષ્ટિથી માણસ જ પણ પરંતુ દેવતાઓ થર-થર કાંપવા લાગે છે. શનિની પીડાથી બચવા અને તેના ઉપાય માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય છે ભગવાન બ્રહ્મા દેવે મુનિ પિપલાદને જણાવ્યો હતો. ભવિષ્યપુરાણમાં આ વાતની જાણકારી મળે છે. મુનિ પિપલાદને જ્યારે પોતાના બાળપણની પીડા વચ્ચે શનિ ગ્રહના હોવાની જાણ થઈ હતી, ત્યારે શનિને ગુસ્સામાં આકાશમાંથી પાડી દીધો હતો. તે સમયે બ્રહ્માજીએ મુનિને ગ્રહોને ગુસ્સા અને અનાદરથી શાંત કરવાની જગ્યાએ પૂજા અને શાંતિથી શાંત કરવાની સલાહ આપી હતી. તે સમયે તેમણે શનિ ગ્રહની પીડાને શાંત કરવાના ઉપાયો વિશે જણાવ્યું હતું. આજે અમે તમને બ્રહ્માજીના ઉપાયો વિશે જણાવીશું. 

શનિની પીડાથી બચવા માટે આટલું કરોઃ
ભવિષ્યપુરાણમાં ઉલ્લેખ છે કે, બ્રહ્માજીએ મુનિ પિપલાદને ગ્રહોની પીડાથી છૂટકારો મેળવવા માટે વ્રત, ભોગ, હવન, નમસ્કાર સહિતની સલાહ આપી હતી. બ્રહ્માજીએ કહ્યું કે, ગ્રહોની પીડાને આ ઉપાયોથી શાંત કરી શકાય છે. શનિની પીડા દૂર કરવા માટે તેમને શનિવારે શરીર પર તેલ લગાવીને બ્રાહ્મણોને પણ તેલ દાન કરવાની સલાહ આપી છે.

આ સિવાય લોખંડના વાસણમાં તેલ ભરીને શનિની લોખંડની પ્રતિમા બનાવીને નિયમિત રૂપથી તેમનું પૂજન કપવું. આ ઉપાય એક વર્ષ સુધી કરવો. તે બાદ કાળા ફૂલ, કાળું કપડું, કાળા તલ, ભાત, કંસાર વગેરેથી પૂજન કરવું. તે બાદ કાળી ગાય, કાળુ કંબલ, કાળા તલનું તેલ અને દક્ષિણા વગેરે બ્રાહ્મણોને દાનમાં આપવું.

શનિવારે આ મંત્ર અને સ્તુતિ કરોઃ
ભવિષ્યપુરાણમાં ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે, શનિવારના દિવસે શનિનું પૂજન કરો. આ દિવસે યજુર્વેદના મંત્રના જાપ કરો. 
‘शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये.शं योरभि स्त्रवन्तु न:।।’

(નોંધઃ અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news