Men’s Health: પુરુષોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ 5 ફૂડ્સ, આ બિમારીઓ રહેશે દૂર
આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોને નબળાઇ અને થાકનો સામનો કરવો પડે છે. તેવામાં પુરુષોએ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કયા કયા ફૂડ્સ પુરુષોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
Trending Photos
આપણા સમાજમાં પુરુષોને અનેક જવાબદારીઓ ઉઠાવી પડે છે. અને ભાગદોડવાળી લાઈફમાં તેઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન નથી રાખી શકતા. ઓફિસ અને પરિવારનું ધ્યાન રાખતા રાખતા ઘણી બિમારીઓ અને સમસ્યાઓનો શિકાર બને છે. જેના કારણે આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોને નબળાઇ અને થાકનો સામનો કરવો પડે છે. તેવામાં પુરુષોએ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કયા કયા ફૂડ્સ પુરુષોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ડ્રાય ફ્રૂટ્સઃ
ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન, ફાઈબર સહિતની હેલ્દી હોય છે, જે શરીરને મજબૂત બનાવવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. તમે તમારા રોજિંદા આહારમાં બદામ, અખરોટ, પિસ્તા અને કાજુ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.
ઈંડાઃ
ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી જ મોટાભાગના ડાયટિશિયન તેને નાસ્તામાં ખાવાની સલાહ આપે છે. આ સુપરફૂડમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અને લ્યુટીન મળી આવે છે જે પુરુષોના શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ફળ અને શાકભાજીઃ
ફળો અને શાકભાજીને હેલ્દી ફૂડ આઈટમ્સની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને કેલરી પણ પૂરતી હોય છે. આ માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઘટાડે છે.
મિલ્ક પ્રોડક્ટઃ
દૂધમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, તેથી જ તેને કમ્પલીટ ફૂડનો દરજ્જો આપવામાં આવે છે. દૂધ અને તેની બનાવટો પુરુષના શરીરને મજબૂત બનાવે છે. આ સાથે દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.
ફૈટી ફિશઃ
આજકાલ ઘણા પુરુષો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે. તેનાથી બચવા માટે તમારે તમારા નિયમિત આહારમાં ચરબીયુક્ત માછલીનો સમાવેશ કરવો જોઈએ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે