Remal Cyclone : સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશો

Remal Cyclone Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે

Remal Cyclone : સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશો

Cyclonic Storm Remal : પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડું રવિવારે રાતે 135 km ના પવનની રફ્તાર સાથે સુંદરવન પર ત્રાટક્યું છે. આ કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે. આ વચ્ચે PM મોદીએ સમીક્ષા બેઠક કરી છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી છે. રવિવારે રાતથી જ રેમલે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારોમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરી હતી. આ વચ્ચે વાવાઝોડાનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ તોફાન કેટલું પ્રચંડ છે તેનો અહેસાસ તમને થઈ જશે. 

બાંગ્લાદેશની મીડિયાએ વાવાઝોડાનો એક વીડિયો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ દરિયા તરફનો છે. જેમાં સાયક્લોનનું સમુદ્રના પાણીની ઉપર ડરામણું ફોર્મેશન રચાયાનું દેખાઈ રહ્યું છે. 

 

— The Daily Star (@dailystarnews) May 26, 2024

 

સમુદ્રની ઉંચી લહેર વચ્ચે તોફાનનું રૌદ્ર સ્વરૂપ બતાવતો આ વીડિયો છે. ત્યારે આ ચક્રવાત કેટલો ભયંકર હશે તેનો અંદાજ લગાવી શકાય છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું કે, આ વીડિયો રેમલ વાવાઝોડાનો જ છે. 

ધીરે ધીરે નબળુ પડી રહ્યું છે વાવાઝોડું
ચક્રવાત રેમલ હવે ધીરે ધીરે નબળુ પડી રહ્યું છે. આગામી થોડા કલાકમાં તે શાંત થઈ જશે. ઉત્તરીય બંગાળની ખાડીની ઉપર રેમલ ગત 6 કલાકથી 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે લગભગ ઉત્તરની તરફ વધી ગયું છે. સાગર દ્વીપની વચ્ચે બાંગ્લાદેશ અને આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાઈ કાંઠાઓને તેણે પાર કરી લીધું છે. આ સિસ્ટમના ઉત્તર, ઉત્તર પૂર્વ તરફ વધવાના અને આજે સવાર સુધી ધીરે ધીરે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં બદલાવાની શક્યતા વધારે છે. તેના બાદ તે ઉત્તર પૂર્વ તરફ વધશે અને ધીરે ધીરે નબળું પડી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news