ભોપાલમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, ફરી પોલીસની લાલીયાવાડી સામે આવી

બાળકી સાથે થયેલી દુર્ઘટના બાદ બેદરકારી દાખવવા બદલ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે

ભોપાલમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, ફરી પોલીસની લાલીયાવાડી સામે આવી

ભોપાલ : રાજધાની ભોપાલમાં 8 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ બાદ હત્યાનાં મુદ્દે સમગ્ર પોલીસ તંત્ર સવાલોનાં ઘેરામાં આવી ગયું છે. જ્યાં પોલીસે બેદરકારીનાં કારણે 8 વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ મુદ્દે પોલીસે બેદરકારી સામે આવ્યા બાદ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી બાલા બચ્ચને બાળકી સાથે થયેલી ક્રુરતાઅને હત્યા મુદ્દે વાત કરતા કહ્યું કે, બાળકી સાથે થયેલી ઘટના બાદ બેદરકારી વર્તવા મુદ્દે 7 પોલીસ કર્મચારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. જેમાં 1 એએસઆઇ, 1 હેડ કોન્સ્ટેબલ અને 4 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. પોલીસે શંકાસ્પદની ધરપકડ કરી છે. ત્યાર બાદ આરોપોની પૃષ્ટી થયા બાદ સમગ્ર મુદ્દે પોલીસ ખુલાસો કરશે. 

મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ નેહરુ નગરનાં આઇએમએફ માંડસા વસ્તી નજીકનાં નાળામાંથી 8 વર્ષીય બાળકીનું શબ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ત્યાર બાદ મૃતક બાળકીની ઓળખ કર્યા બાદ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મની પણ પૃષ્ટી થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હતભાગી બાળકી 8 વાગ્યાથી ગુમ હતી, ત્યાર બાદ પરિવારે આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી, જો કે ત્યાં તેમને પોલીસનાં બેદરકારીભર્યા વલણનું ભોગ બનવું પડ્યું હતું અને તેનું પરિણામ સામે આવ્યું કે, રવિવારે સવારે પરિવારજનોએ બાળકી નહી પરંતુ તેની લાશ મળી હતી. 

બે વિદેશી યુવતીઓએ દિલ્હીની જામા મસ્જિદમાં કર્યું કંઈક એવું કે થઈ રહી છે ઠેર-ઠેર ચર્ચા
આ મુદ્દે પરિવારનું કહેવું છે કે, પાર્ષદનાં દબાણ બાદ તપાસનાં નામે પોલીસ ઘરે પહોંચી અને બાળકીની શોધખોળ ચાલુ કરવાનાં બદલે ઘરે બેસીને ચા નાસ્તાની માંગ કરવા લાગી. એવામાં પરિવારમાં પોલીસ મુદ્દે ખુબ જ આક્રોશ છે. સમગ્ર મુદ્દો સામે આવ્યા બાદ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એસઆઇ દેવસહિં, બે હવલદાર નરેન્દ્ર અને જગદીશ, ચાર સિપાહી વૃજેન્દ્ર, પ્રહ્લાદ અને વીરેન્દ્રનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ પોલીસ કર્મચારીઓ પર આ મુદ્દે બેદરકારી વર્તવાનો આરોપ છે. જેનાં કારણે પરિવારજનો બાળકી સાથે થયેલી ઘટના મુદ્દે પોલીસને બેદરકારી દર્શાવવા બદલ દોષીત ઠેરવી રહી છે અને તેના પર કડક કાર્યવાહની માંગ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news