શ્રીલંકામાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં લોકતંત્ર લોકોના સંસ્કારોમાં છે

શ્રીલંકાના એક દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ કોલંબોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન મોદીએ દુનિયામાં ભારતની છબી બદલવાનો શ્રેય દુનિયા અલગ અલગ ખૂણે રહેતા ભારતીયોને આપ્યો. તેમણે કહ્યું કે હવે ભારતને જોવાનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં લોકતંત્ર લોકોના સંસ્કારોમાં છે. 

શ્રીલંકામાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં લોકતંત્ર લોકોના સંસ્કારોમાં છે

કોલંબો: શ્રીલંકાના એક દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ કોલંબોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન મોદીએ દુનિયામાં ભારતની છબી બદલવાનો શ્રેય દુનિયા અલગ અલગ ખૂણે રહેતા ભારતીયોને આપ્યો. તેમણે કહ્યું કે હવે ભારતને જોવાનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં લોકતંત્ર લોકોના સંસ્કારોમાં છે. 

વડાપ્રધાન મોદીએ પ્રવાસી ભારતીયોના વખાણ કરતા કહ્યું કે, 'અહીં તમારા આચાર વિચાર, વ્યવહારથી ભારતની જે ઉત્તમ છબી છે તેને અહીં સ્થાપિત કરવામાં તમારી ખુબ મોટી ભૂમિકા છે. ભારતનું ગૌરવ વધારવામાં વિશ્વમાં ફેલાયેલા ભારતીયોએ મોટી ભૂમિકા ભજવી છે. દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયો પ્રત્યે ફરિયાદ હોય એવી કોઈ ઘટના અમારી સામે હજુ સુધી આવી નથી. 5 વર્ષમાં મેં અનેક દેશોના પ્રવાસ ખેડ્યા છે અને દરેક દેશમાં મને ભારતીયોના વ્યવહાર અને સંસ્કારનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરાયેલો છે. ભારતને જોવાનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.'

ગત મહિને પૂરી થયેલી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતાએ એકદમ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે જે તેમને પરિવપકવતાને દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ એક ખુબ જ ક્લિયર કટ મેન્ડેટ આપ્યું છે. જે ભારતના મતદારોની પરિપકવ સૂજબૂજ તથા સમજદારીનું પ્રમાણ છે.  ભારતના લોકતંત્રના જેટલા ગુણગાન આપણે કરી શકીએ તેટલા ઓછા છે. 

તેમણે કહ્યું કે આઝાદી બાદ સૌથી વધુ મતદાન આ વખતની ચૂંટણીમાં થયું છે. આઝાદી બાદ પહેલીવાર મહિલાઓ દ્વારા સૌથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ મહિલાઓ પણ ચૂંટાઈને આવી છે. 

વડાપ્રધાને કહ્યું  કે લોકતંત્ર ભારતના સંસ્કારોમાં વસેલુ છે. તેમણે કહ્યું કે દુનિયામાં લોકતંત્ર એક વ્યવસ્થા હેઠળ ચાલે છે પરંતુ ભારતમાં તે સંસ્કારોથી ચાલે છે. તેમણે કહ્યું કે આપણે દેશને આગળ વધારવાનો છે. નવા ક્ષેત્રોમાં વિકાસ પણ કરવાનો છે. 

જુઓ LIVE TV

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને મળ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને પણ મળ્યા અને પરસ્પરના હિતો અંગે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. શ્રીલંકામાં એપ્રિલમાં ઈસ્ટરના દિવસે મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ શ્રીલંકાનો પ્રવાસ કરનારા મોદી પહેલા વિદેશી નેતા છે. આ હુમલામાં 250થી વધુ લોકો માર્યા ગયા હતાં. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ બંને દેશોના હિતોના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. સિરિસેનાએ વડાપ્રધાન મોદીના સન્માનમાં ભોજનનું પણ આયોજન કર્યું. આ અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના પોતાને અને પીએમ મોદીને વરસાદથી બચવા માટે છત્રી પકડતા જોવા મળ્યા હતાં. 

(ઈનપુટ -ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news