વધુ એક રાજ્યનાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ પાર્ટી સાથે તોડ્યો સંબંધ

અગાઉ શુક્રવારે મેઘાલયમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલા માર્ટિન ડાંગોએ પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યો હતો

વધુ એક રાજ્યનાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ પાર્ટી સાથે તોડ્યો સંબંધ

હૈદરાબાદ : કોગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તો પાર્ટી ઘણા રાજ્યોમાં પહેલાથી જ સત્તા ગુમાવી ચુકી છે, હવે તેનાં ધારાસભ્ય જ પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. પાર્ટીના ઘટતા જનાધારથી પરેશાન છે. શુક્રવારે મેઘાલયમાં જ્યારે પાંચ વખતનાં ધારાસભ્ય માર્ટિન ડાંગોએ પાર્ટી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા તો શનિવારે એક અન્ય રાજ્યના વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ પાર્ટી સાથેનો સંબંધ તોડીને સત્તારૂઢ પાર્ટીનું દામન પકડ્યું હતું. 

કોંગ્રેસ માટે તે ખરાબ સમાચાર તેલંગાણાથી આવ્યા છે. તેલંગાણાના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને ઝટકો દતા વરિષ્ઠ નેતા અને પુર્વ મંત્રી દાનમ નાગેન્દ્રએ શુક્રવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ એન ઉત્તમ કુમાર રેડ્ડી નાગેન્દ્રનાં ઘરે તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે મનાવવા ગયા હતા જો કે તેઓ મળ્યા જ નહોતા.પૂર્વ મંત્રી દાનમ નાગેન્દ્રએ શનિવારે કહ્યું કે, તે સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતીમાં જોડાશે. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસમાં માત્ર એક જ સમુદાયને જ પ્રાથમિકતા મળી અને પછાત વર્ગોને નજર અંદાજ કરવામાં આવ્યા. નાગેન્દ્ર 2009-2014ની વચ્ચે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેલંગાણાના મુખ્ય મંત્રી કે.ચંદ્રશેખર રાવે સમાજનાં અલગ અલગ તબક્કાઓ માટે કામ કર્યુ છે. જે કે અવિભાજિત આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે વાઇએસ રાજશેખર રેડ્ડીએ કર્યું હતું. 

danam nagender

અગાઉ મેઘાલયમાં કોંગ્રેસને બેવડો ઝટકો લાગ્યો હતો. એક તરફ કોંગ્રેસી ધારાસભ્ય માર્ટિન ડાંગાએ રાજીનામું આપ્યું, બીજી તરફ ડાંગોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રાજ્ય વિધાનસભામાં સૌથી મોટી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો. ડાંગોના પણ સત્તારૂઢ પાર્ટી એનપીપીમાં સમાવિષ્ટ હોવાની વાત કહેવામાં આવી રહી છે. એનપીપી આ પુર્વોત્તર રાજ્યમાં ભાજપ અને અન્ય કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓની સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવી રહી છે. મેઘાલયમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસ સૌથી  મોટી પાર્ટી હોવા છતા પણ સરકાર બનાવવામાં નિષ્ફળ નિવડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news