નવી મુસીબત જમીનમાંથી આવશે, દરિયા નહિ પેટાળમાંથી પેદા થશે વાવાઝોડા, વૈજ્ઞાનિકોની ચેતવણી

Land Based Cyclone : ચોમાસું વિદાય તરફ હોવાનું મનાય છે, પરંતું જતા જતા આ ચોમાસું તબાહી મચાવતું જશે. જાણો આખરે ચોમાસાની વિદાયમા આટલું મોડું કેમ થઈ રહ્યું છે 

નવી મુસીબત જમીનમાંથી આવશે, દરિયા નહિ પેટાળમાંથી પેદા થશે વાવાઝોડા, વૈજ્ઞાનિકોની ચેતવણી

Cyclonic Storm : દેશમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ચક્રવાત આવી રહ્યાં છે. વાવાઝોડા ભારતના અનેક રાજ્યોને વેરવિખેર કરી રહ્યાં છે. આવામાં વૈજ્ઞાનિકોએ ભારત પર એક નવી મુસીબતની આગાહી કરી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે, હવે પછી નહી તબાહી જમીનથી આવશે. દરિયામાં નહિ, પરંતું વાવાઝોડા ધરતના પેટાળમાંથી પેદા થશે. પ્રચંડ શહેરીકરણને કારણે જમીન આધારિત ચક્રવાત સર્જાઈ રહ્યા છે

ડીપ ડિપ્રેશન સર્જાતા રહે છે 
ચોમાસા દરમિયાન દરિયામાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બનવી સામાન્ય બાબત છે. આને ચોમાસું લો કહેવામાં આવે છે. જે પાછળથી વધુ તીવ્ર બને છે અને મોન્સુન ડિપ્રેશનમાં ફેરવાય છે. આ નીચા દબાણવાળા વિસ્તારો અને ચોમાસા દરમિયાન રચાયેલા ડિપ્રેશન લાંબા સમય સુધી રહે છે.

ચક્રવાત વારંવાર આવવાનું કારણ શહેરીકરણ
પ્રચંડ શહેરીકરણને કારણે જમીન આધારિત ચક્રવાત સર્જાઈ રહ્યા છે, વૈજ્ઞાનિકોએ આવા બદલાતા હવામાન દરમિયાન શહેરોમાં પૂરનું કારણ આડેધડ શહેરી વિકાસને ગણાવ્યું છે. વરસાદી પાણીની વ્યવસ્થા સારી નથી. જંગલ અને કોંક્રિટ વચ્ચે સંતુલન નથી. વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી. આ નવી સમસ્યાનું નામ છે લેન્ડ બોર્ન સાયક્લોન  (Land Based Cyclone).

થોડા વર્ષો પછી પરિસ્થિતિ વધુ વણસી જશે 
ભારતમાં 1982 થી 2014 ની સરખામણીમાં 2071 થી 2100 ની વચ્ચે ભારે વરસાદમાં 18 ટકાનો વધારો થશે. આ તે છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વર્તમાન દરે ચાલુ રહેશે. જો ઉત્સર્જન વધશે તો ભારે વરસાદની તીવ્રતા 58 ટકા વધી જશે. આ ખતરનાક ખુલાસો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી (IITM)ના અભ્યાસમાં થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ સદીના અંત સુધીમાં ભારતમાં અતિવૃષ્ટિની ઘટનાઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.

કોને અસર વધુ થશે 
તેની સૌથી વધુ અસર પશ્ચિમ ઘાટ અને મધ્ય ભારત પર પડશે. આ પ્રકારના હવામાન માટે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વધારો જવાબદાર માનવામાં આવે છે. આ અભ્યાસે ભારતના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તાર અને હિમાલયની તળેટીમાં વધતા જોખમો અંગે વધુ સંકેત આપ્યો છે. હાલમાં ભારતમાં 8 ટકા વધુ વરસાદ પડે છે. જે ભવિષ્યમાં અનેકગણો વધશે.

વધુ વરસાદના દિવસોમાં વધારો થશે 
લાંબા ગાળાના ભારે વરસાદની ઘટનાઓ બમણી થશે. ટૂંકા ગાળાના વરસાદની ઘટનાઓની તુલનામાં આ પ્રકારનો વરસાદ ત્રણથી છ દિવસ સુધી ચાલે છે. આવા વરસાદને કારણે જાનમાલના નુકસાનની સંભાવના વધી જાય છે. આ અભ્યાસ હાથ ધરનાર વૈજ્ઞાનિક જસ્તી એસ ચૌધરીએ જણાવ્યું હતું કે સદીના અંત સુધીમાં ભારે વરસાદના કુલ દિવસો વર્તમાન ચાર દિવસથી વધીને દર વર્ષે નવ દિવસ થઈ શકે છે. ચોમાસાના વરસાદમાં 6 થી 21 ટકાનો વધારો થવાની ધારણા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news