SC-ST માં 'ક્રીમી લેયર' અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સૌ કોઈની આના પર હતી નજર

દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતીથી ચુકાદો આપ્યો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ( SC/ST) પેટા વર્ગીકરણ કરી શકાય છે. તેનો અર્થ એ કે SC/ST માટે ઉપલબ્ધ આરક્ષણ ક્વોટામાં અનામત લાગુ કરી શકાય છે.

SC-ST માં 'ક્રીમી લેયર' અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સૌ કોઈની આના પર હતી નજર

Supreme Court: કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SC/STમાં OBC સ્તરની ઓળખ કરીને, તેમને તેના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવાના માપદંડ હાલમાં OBCમાં લાગુ છે તેનાથી અલગ રાખી શકાય છે. લાંબા સમયથી આ મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે એસસી-એસટી ક્રિમિ લેયર સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલામાં ચુકાદો આપતા કહ્યું છેકે, SC-ST ક્રીમી લેયરને અનામતની મર્યાદામાંથી બહાર રાખો. બંધારણીય બેંચના ચાર ન્યાયાધીશો જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા આના પર સહમત છે.

સૌથી પહેલાં એ જાણો કે શું છે ક્રીમી લેયર?
હાલમાં 'ક્રીમી લેયર'નો લાભ માત્ર અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના અનામત માટે જ લાગુ પડે છે. નિયમો અનુસાર, જે લોકોની કુલ વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખથી વધુ છે તેઓ ક્રીમી લેયરની શ્રેણીમાં આવે છે અને તેમને OBC અનામતનો લાભ મળતો નથી. ઓછી આવક ધરાવતા લોકો 'નોન-ક્રીમી લેયર'ની શ્રેણીમાં આવે છે અને તેમણે આ અંગેનો પુરાવો રજૂ કરવો પડશે, તો જ તેમને અનામતનો લાભ મળશે.

દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતીથી ચુકાદો આપ્યો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ( SC/ST) પેટા વર્ગીકરણ કરી શકાય છે. તેનો અર્થ એ કે SC/ST માટે ઉપલબ્ધ આરક્ષણ ક્વોટામાં અનામત લાગુ કરી શકાય છે. જસ્ટીસ બી આર ગવઈ કહ્યુંકે, સરકારે એસસી, એસટીમાં પણ ક્રીમી લેયરની ઓળખ કરવાની નીતિ બનાવવી જોઈએ. જેથી તેમને આરક્ષણના દાયરાથી બહાર કરી શકાય. આ સાથે જ જસ્ટિસ બ્રિક્રમ નાથ ગવઈ, જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ સતીશ ચંદ્રએ આ મુદ્દે પોતાના અલગ અલગ મંતવ્યો આપ્યા હતાં.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પેટા વર્ગીકરણને લીલી ઝંડી આપતી વખતે બંધારણીય બેંચના સાતમાંથી ચાર ન્યાયાધીશોએ પણ આ શ્રેણી હેઠળ ક્રીમી લેયરની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચેનું 'ક્રીમી લેયર' રાખવું જોઈએ. અનામત બહાર જવું જોઈએ એટલે કે આ શ્રેણીના અમીર લોકોને અનામતના લાભથી વંચિત રાખવા જોઈએ.

કોર્ટના નિર્ણય બાદ હવે શું બદલાશે?
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ST-SCની સિલેક્ટેડ જાતિઓ માટે વધુ અનામતનો માર્ગ મોકળો બનશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે રાજ્યો સિલેક્ટેડ જાતિઓને વધુ અનામત આપી શકશે. હવે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ જાતિઓને અલગ-અલગ શ્રેણીઓમાં વિભાજીત કરવાનો અધિકાર મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news