વ્યક્તિના ખાતામાં આવી ગયા અઢળક રૂપિયા, 'મોદીજીએ નાખ્યા' સમજીને વાપરી નાખ્યા, પછી જે થયું....

મધ્ય પ્રદેશના ભીંડમાં એક વ્યક્તિએ પીએમ મોદીના ચૂંટણી ભાષણોને કઈંક વધારે પડતા જ ગંભીરતાથી લઈ લીધા જેના કારણે હવે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અહીં ક્યાંકને ક્યાંક બેન્કની પણ ભૂલ છે.

વ્યક્તિના ખાતામાં આવી ગયા અઢળક રૂપિયા, 'મોદીજીએ નાખ્યા' સમજીને વાપરી નાખ્યા, પછી જે થયું....

પ્રદીપ શર્મા, ભીંડ: મધ્ય પ્રદેશના ભીંડમાં એક વ્યક્તિએ પીએમ મોદીના ચૂંટણી ભાષણોને કઈંક વધારે પડતા જ ગંભીરતાથી લઈ લીધા જેના કારણે હવે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અહીં ક્યાંકને ક્યાંક બેન્કની પણ ભૂલ છે. વાત જાણે એમ છે કે એક જ નામવાળા બે વ્યક્તિઓના ખાતા બેન્કે એક જ નંબર ફાળવીને ખોલી નાખ્યાં. હવે એક વ્યક્તિ બેન્કમાં પૈસા જમા કરતો રહ્યો અને બીજો જઈને કાઢી લેતો હતો. આ મામલે જ્યારે ખુલાસો થયો તો પૈસા કાઢનારા વ્યક્તિએ કહ્યું કે મને લાગે છે કે મોદી સરકાર મારા ખાતામાં પૈસા નાખી રહી છે અને હું મારી જરૂરિયાત મુજબ પૈસા કાઢતો હતો. 

આ આખો મામલો ભીંડના આલમપુરમાં આવેલી એસબીઆઈ(SBI) બેન્કની એક શાખાનો છે. આલમપુર કસ્બાથી ચાર કિલોમીટર દૂર પર આવેલા ગ્રામ રૂરઈ નિવાસી હુકુમ સિંહ કુશવાહા વધારે ભણેલા ગણેલા તો નથી. તેઓ પોતાના પરિવારને ચલાવવા માટે હરિયાણામાં પાણીપૂરીની લારી ચલાવે છે. વર્ષ 2016માં તેણે આલમપુર સ્થિત એસબીઆઈ  બેન્કમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તેના બે વર્ષ બાદ દબોહ પાસે સ્થિત ગ્રામ રોની નિવાસી હુકુમ સિંહ બઘેલે પણ આ જ શાખામાં પોતાનું ખાતું ખોલાવ્યું. બેન્કની બેદરકારીના કારણે બંને વ્યક્તિઓને એક જ ખાતા નંબર આપી દેવાયો. 

હુકુમ સિંહ કુશવાહા ખાતુ ખોલાવીને રોજગારી રળવા માટે હરિયાણા જતો રહ્યો. જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે પોતાની કમાણીમાંથી બચેલા પૈસા ખાતામાં જમા કરાવતો હતો. આ બાજુ રોની નિવાસી હુકુમ સિંહ બઘેલ બેન્ક પહોંચીને પૈસા કાઢી લેતો હતો. 

જુઓ LIVE TV

હુકુમ સિંહ કુશવાહાએ જણાવ્યું કે તે એક પ્લોટ લેવાની તૈયારી કરી રહ્યો હતો. જેને લઈને તેણે 16 ઓક્ટોબરના રોજ બેન્ક જઈને પોતાના ખાતાની સ્થિતિ જોઈ તો છક થઈ ગયો. હુકુમ સિંહના જણાવ્યાં મુજબ તેના ખાતામાં તેણે એક લાખ 40 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. હવે માત્ર 35 હજાર 400 રૂપિયા જ બચ્યા છે. બેન્ક મેનેજર અને ત્યાંના બાબુઓ સાથે તેણે આ મામલે વાત કરી અને ફરિયાદ પણ કરી પરંતુ બેન્કના સ્ટાફે તેમની કોઈ વાત સાંભળી નહી અને વાતને દબાવવાનો પ્રયત્ન કર્યો. 

બીજી બાજુ બીજા ખાતા ધારક રોની નિવાસી હુકુમ સિંહ બઘેલ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે મે તો મારા ખાતામાંથી પૈસા કાઢ્યા છે. હું પૈસા પાછા કેમ આપું. તેણે કહ્યું કે મને લાગતુ હતું કે પૈસા મોદી સરકારે ખાતામાં નાખ્યા છે. આથી પૈસા કાઢીને વાપરી નાખ્યાં. 

બેંન્ક મેનેજર રાજેશ સોનકરે કહ્યું કે તેમણે હુકુમ સિંહ કુશવાહાને તેમના પૈસા પાછા અપાવવાની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે શું એક ગરીબ વ્યક્તિના પૈસા પાછા આવે છે કે તે પછી બેન્કના ચક્કર કાપતો રહી જશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news