નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદનો પાસપોર્ટ પુરો, આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ કરાયા જપ્ત

DySP કામરિયાએ વધુમાં જણાવ્યું કે, "ગુમ થયેલી યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યાનંદિતા હાલ કયા લોકેશન પર છે તે જાણવા માટે અમે સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી સંપર્ક સાધવા દરમિયાન કોઈ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેમનું IP એડ્રેસ ટ્રેસ થતું નથી."

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદનો પાસપોર્ટ પુરો, આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ કરાયા જપ્ત

ઉદય રંજન/ અમદાવાદઃ નિત્યાનંદના(Nityanand) ગુજરાતના હીરાપુરમાં આવેલા આશ્રમમાંથી કથીત રીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવા અંગે ગુરુવારે સ્પેશિયલ ઈવેસ્ટિગેશન ટીમે(Special Investigation Team- SIT) સર્ચ ઓપરેશન(Search Operation) હાથ ધર્યું હતું. જેમાં સીટની(SIT) ટીમે આશ્રમમાંથી 43 ટેબલેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ અને પેન ડ્રાઈવ સહિતની ડિજિટલ સામગ્રી જપ્ત કરી છે. સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું કે, નિત્યાનંદના પાસપોર્ટની(Nityanand Passport) મુદત પણ પુરી થઈ ગઈ છે. 

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આશ્રમમાં હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો આપતા અમદાવાદ ગ્રામ્યના DySP કે.ટી. કામરિયાએ જણાવ્યું કે, "આશ્રમમાંથી મળી આવેલા આટલી મોટી સંખ્યામાં ટેબલેટનો ઉપયોગ કોણ કરતું હતું તેની માહિતી મેળવવા માટે આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પુછપરછ કરાઈ રહી છે. બંને આરોપીને અલગ-અલગ રાખીને પુછપરછ કરવામાં આવશે. સાથે જ હીલિંગ પ્રક્રિયામાં શુ કરવામાં આવતું હતું તે જાણવાનો પણ પ્રયાસ કરાશે."

પ્રોક્સી સર્વરનો ઉપયોગ
DySP કામરિયાએ વધુમાં જણાવ્યું કે, "ગુમ થયેલી યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યાનંદિતા હાલ કયા લોકેશન પર છે તે જાણવા માટે અમે સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી સંપર્ક સાધવા દરમિયાન કોઈ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેમનું IP એડ્રેસ ટ્રેસ થતું નથી."

નિત્યાનંદ સ્વામીએ વધુ એક વીડિયો કર્યો વાયરલ, નીચે વીડિયોમાં જુઓ શું કહ્યું...

નિત્યાનંદનો પાસપોર્ટ પુરો થયો 
DySP કામરિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, "નિત્યાનંદના પાસપોર્ટની વિગતો હજુ મળી નથી. તેનો જે આધિકારીક પાસપોર્ટ હતો તેની મુદ્દત હાલ પુરી થઈ ગઈ છે. તપાસ દરમિયાન વધુ માહિતીની જરૂર જણાશે તો ગુજરાત પોલીસ કર્ણાટક પણ જશે. સાથે જ જપ્ત કરવામાં આવેલા ડિજિટલ ગેઝેટની મદદથી અમે એ જાણવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતના આશ્રમમાં નિત્યાનંદની શું ભૂમિકા હતી. ત્યાર બાદ જ નિત્યાનંદની ધરપકડની કાર્યવાહી માટે આગળ વધીશું."

આશ્રમના વકીલ નીતિન ગાંધીએ જણાવ્યું કે, "મારા ક્લાયન્ટને મળ્યો છું અને કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા કરી છે. પોલીસ કહે છે કે સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની માગણીઓ મુકાઈ છે. જો કોર્ટને આ માગણીઓ અંગે કહેવામાં આવે તો કોર્ટ કોઈ ઓર્ડર કરી શકે. આ કેસમાં પ્રારંભથી જ બંને ફરાર યુવતીઓ સોશિયલ મીડિયા દ્વારા પોલીસ સાથે વાત કરી રહી છે. પોલીસે આશ્રમમાંથી ટેબલેટ, મોબાઈલ અને અન્ડ ડિજિટલ ગેઝેટ કબ્જે કર્યા છે. ટેબલેટમાંથી શું મળે છે તે FSLના રિપોર્ટ પછી ખબર પડશે."

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી એક બહેન ગુજરાત પરત આવવા માટે તૈયાર... જુઓ વીડિયો

મોટો સવાલ, નિત્યાનંદિતા ક્યા માર્ગે વિદેશ પહોંચી?
ફરાર થયેલી યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યાનંદિતા ભારતમાંથી નહીં પરંતુ વિદેશમાંથી ફેસબૂકની મદદથી વિવિધ સંદેશાઓ પોસ્ટ કરી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે, આ બંને યુવતીઓ વિદેશ કેવી રીતે પહોંચી અને કયા માર્ગે, કયા પુરાવાના આધારે તે વિદેશ પહોંચી છે? પોલીસનું અનુમાન છે કે, બંને યુવતીઓ બિહારથી ધોરીમાર્ગે નોપાળ થઈને અન્ય કોઈ દેશમાં પહોંચી છે. બંનેનું લોકેશન ટ્રેસ કરવા માટે સાયબર સેલ ઉપરાંત અન્ય એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે. 

બંને બહેનોએ વીડિયોમાં શું કહ્યું...
બંને બહેનોએ એકસાથે ફેસબુક લાઈવ કરીને કહ્યું કે, અમિત શાહ કોણ છે એ હું ઓળખું છું. લોકો અનેક સવાલો પૂછે છે એ બધાના જવાબ આપવા અમે તૈયાર છીએ. અમે પ્રુવ કરવા તૈયાર છીએ. તમે શું સત્ય છે એ પ્રુવ કરો અમે ચેલેન્જ કરીએ છીએ. બધા પુરાવા સાથે અમે જવાબ આપીશું. શુ ખોટું છે શું સત્ય છે એ બધું કહીશું. જાહેરમાં ચર્ચા કરવા અમે બંને તૈયાર છીએ. આ એક માત્ર ફેમિલી ઇસ્યુ જ છે. આ એક હિન્દુત્વને લગતું કાવતરું છે. તમામ લિગલ પ્રક્રિયા માટે અમે તૈયાર છે. અમદાવાદ આશ્રમની જે સાધ્વીઓની ધરપકડ કરવામાં આવી છે તે પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વમાંથી બંનેનો તેમાં કોઈ રોલ નથી. અમે યંગ છીએ, અમારા સપનાઓ છે, પણ આ બધું અમને અવરોધરૂપ દેખાય છે.

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news