ભાજપના આ ઉમેદવારે પીએમ મોદીની સામે આત્મહત્યા કરી લેવાની આપી ધમકી, જાણો કારણ 

પૂર્વોત્તરના રાજ્યોમાં નાગરિકતા(સંશોધન) બિલ પર ઘર્ષણ સતત ચાલુ જ છે. આ દરમિયાન મેઘાલયની શિલોંગ બેઠકના ભાજપના ઉમેદવાર સનબોર શુલઈએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.

ભાજપના આ ઉમેદવારે પીએમ મોદીની સામે આત્મહત્યા કરી લેવાની આપી ધમકી, જાણો કારણ 

નવી દિલ્હી: પૂર્વોત્તરના રાજ્યોમાં નાગરિકતા(સંશોધન) બિલ પર ઘર્ષણ સતત ચાલુ જ છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી 2019 માટે મેઘાલયની શિલોંગ બેઠકના ભાજપના ઉમેદવાર સનબોર શુલઈએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો આ બિલ લાગુ થયું તો તેઓ આત્મહત્યા કરી લેશે. અત્રે જણાવવાનું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દાવો કર્યો છે કે વર્ષ 2019માં તેઓ જો ફરી સત્તા પર આવશે તો આ બિલને લાગુ કરી દેવાશે. 

મેઘાલય વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અનબોર શુલઈ ગુરુવારે અત્રે મતદાન કરવા આવ્યાં હતાં. ત્યારબાદ નાગરિકતા (સંશોધન) બિલ અંગે તેમને સવાલ પૂછાયો તો જવાબમાં તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી સનબોર જીવિત છે ત્યાં સુધી આ બિલ લાગુ થઈ શકશે નહીં.' તેમણે કહ્યું કે, 'જો આ લાગુ થયું તો હું આત્મહત્યા કરી લઈશ. તેમણે કહ્યું કે હું પીએમ મોદીની સામે આત્મહત્યા કરી લઈશ પરંતુ આ બિલને લાગુ થવા નહીં દઉ.'

— ANI (@ANI) April 12, 2019

લખ્યો છે પત્ર
જો કે આ દરમિયાન શુલઈએ કહ્યું કે આ બિલ દેશના બીજા રાજ્યોમાં લાગું થશે તો તેના પર તેઓ કોઈ કોમેન્ટ નહીં કરે. તેમણે કહ્યું કે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અન્ય નેતાઓને તથા બિન સરકારી સંગઠનોને તેઓ એક પત્ર સોંપી ચૂક્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મેઘાલય અને પૂર્વોત્તર રાજ્યોને નાગરિકતા (સંશોધન) બિલમાં છૂટ મળવી જોઈએ. 

જુઓ LIVE TV

વર્ષ 2016માં બિલ લાવી હતી મોદી સરકાર
અત્રે જણાવવાનું કે નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા (સંશોધન) બિલને વર્ષ 2016માં લાવી હતી. આ બિલ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયોને 12 વર્ષની જગ્યાએ 6 વર્ષ ભારતમાં વિતાવવાથી અને યોગ્ય દસ્તાવેજો પર ભારતીય નાગરિકતા મળવાની જોગવાઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news