Samosa Interesting Facts: ક્યારેય વિચાર્યુ છેકે, ત્રિકોણ આકારના જ કેમ હોય છે સમોસા? જાણો સમોસા વિશેની રોચક કહાની

ભારતમાં લેખિત રીતે સમોસાનો પ્રથમ ઉપયોગ 13મી શતાબ્દીમાં અમીર ખુસરોની રચનાઓમાં મળે છે. તે સમયે તેમાં માંસ, ડુંગળી, મસાલાથી યુક્ત ઘીમાં પકવીને સમોસાનું વિવરણ કરવામાં આવ્યું છે. સવારે અને સાંજે ચાની સાથે જ્યારે નાસ્તો કરવાનું મન થાય છે ત્યારે સૌથી પહેલાં આપણા મનમાં શું આવે છે? કદાચ તમારો પહેલો ઓપ્શન સમોસા જ હશે.

Samosa Interesting Facts: ક્યારેય વિચાર્યુ છેકે, ત્રિકોણ આકારના જ કેમ હોય છે સમોસા? જાણો સમોસા વિશેની રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં લેખિત રીતે સમોસાનો પ્રથમ ઉપયોગ 13મી શતાબ્દીમાં અમીર ખુસરોની રચનાઓમાં મળે છે. તે સમયે તેમાં માંસ, ડુંગળી, મસાલાથી યુક્ત ઘીમાં પકવીને સમોસાનું વિવરણ કરવામાં આવ્યું છે. સવારે અને સાંજે ચાની સાથે જ્યારે નાસ્તો કરવાનું મન થાય છે ત્યારે સૌથી પહેલાં આપણા મનમાં શું આવે છે? કદાચ તમારો પહેલો ઓપ્શન સમોસા જ હશે. સમોસા વિના આપણી પાર્ટી અધૂરી રહી જાય છે. બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધી આ ફેવરિટ નાસ્તો છે. ચટણીની સાથે તેનો ચટાકો મારવાનું આપણને બધાને પ્રિય લાગે છે. 

તમને ક્યારેય સમોસાના આકારનો વિચાર આવ્યો છે: 
તમે પોતાના જીવનમાં અનેક વખત સમોસાનો સ્વાદ માણ્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે સમોસા આપણો દેશી નાસ્તો નથી. એટલે સમોસા ભારતમાં કોઈ બીજા દેશમાંથી આવ્યા અને અહીંયા બધાના ફેવરિટ બની ગયા. તેનો સ્વાદ લેતાં સમયે આપણને ક્યારેય એ વિચાર કરવામાં સમય લગાવ્યો કે તે ક્યાંથી આવ્યા, તેનો આકાર ત્રિકોણ જ કેમ હોય છે? કોઈપણ સમોસા વેચનારા વ્યક્તિને આ અંગે પૂછશો તો ભાગ્યે જ તમને તેના વિશે માહિતી આપી શકે. પરંતુ તેના વિશેની જાણકારી મેળવવી અત્યંત દિલચશ્પ છે. 

ક્યાંથી આવ્યા સમોસા: 
કહેવામાં આવે છે કે ભારતમાં સમોસા ઈરાનમાંથી આવ્યા. એક રિપોર્ટ પ્રમાણે સમોસાનો પહેલો ઉલ્લેખ 11મી સદીમાં ફારસી ઈતિહાસકાર અબુલ-ફઝલ બેહાકીના લેખનમાં મળે છે. તેમણે મુહમ્મત ગઝનવી સામ્રાજ્યના શાહી દરબારમાં રજૂ કરવામાં આવનારી નમકીન વસ્તુની ચર્ચા કરી છે. જેમાં કીમો અને મેવો ભરપૂર ભરવામાં આવતો હતો. ત્યારબાદ તેને ઘીમાં તળવામાં આવતું હતું. નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે સમોસા તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પહોંચ્યા તો તેમાં ઘણું પરિવર્તન આવી ગયું. મધ્ય એશિયાની પહાડીઓ (જે વિસ્તારને અફઘાનિસ્તાન કહેવામાં આવે છે)થી પસારથી સમોસા ભારત પહોંચ્યા. અહીંયા પહોંચીને તેમાં ઘણું બધું બદલાઈ ગયું અને તેના સ્વરૂપમાં ઘણો ફેરફાર થઈ ગયો. એક રીતે કહીએ તો તે ખેડૂતોનું પકવાન બની ગયું. 

સંબૂસાગ...સમ્બૂસહ... પછી સમોસા: 
સમોસા શબ્દની ઉત્પતિ ફારસી શબ્દ સંબૂસાગ સાથે જોડવામાં આવે છે. આ ફારસી ભાષાના સમ્બૂસહ કે સંબૂસહના રૂપમાં બદલાઈ ગયો. ફારસી શાયર ઈશાક-મૌસિલીએ 9મી સદીમાં સમોસાનો ઉલ્લેખ કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ઈરાનના ઈતિહાસકાર અબુઝ ફાઝી બેહકી (955-1077 ઈ.)એ સમોસાનું વર્ણન સમબુશ્ક કે સમબુસ્ઝ નામથી કર્યું. ભારતમાં લેખિત રીતે તેનો પ્રથમ ઉપયોગ 13મી શતાબ્દીમાં અમીર ખુસરોની રચનાઓમાં મળે છે. તે સમયે તેમાં માંસ, ડુંગળી, મસાલાથી યુક્ત ઘીમાં પકવીને સમોસાનું વિવરણ કરવામાં આવ્યું છે.ઈબ્ન-બતૂતાએ પણ તુઘલક સમયમાં સમ્બૂશાક કે સમ્બૂસાકનો ઉલ્લેખ કર્યો છે. આઈને-અકબરીમાં પણ તેને સંબૂસાહ કહેવામાં આવ્યું. પરંતુ તેને સમોસા તરીકે સ્વીકાર્યતા મળી. 

સમોસાનો આકાર ત્રિકોણ જ કેમ: 
સમોસાના ત્રિકોણ આકાર વિશે વધારે માહિતી મળતી નથી. કોઈ નથી જાણતું કે તેને પહેલીવાર ત્રિકોણ ક્યારે બનાવવામાં આવ્યો. તેના ઈતિહાસનો અભ્યાસ કરતાં પણ ભાગ્યે જ તેનું કારણ જાણવા મળે. પરંતુ કેટલીક જગ્યાએ તેના ત્રિકોણ હોવાનું કારણ બતાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે સમોસાનો જન્મ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં થયો અને ભારતીય ઉપમહાદ્વીપમાં તેનો મુસ્લિમ શાસન દરમિયાન ઉપયોગમાં વધારે થવા લાગ્યો.  

પિરામિડના આકાર પરથી સમોસાનો આકાર ત્રિકોણ: 
સમોસા શબ્દની ઉત્પતિ જે ફારસી શબ્દ સંબૂસાગથી થઈ. તેના અનેક શબ્દોની ઉત્પતિ થઈ છે. સંબાસાક સાનબુસક, સનબસજ કે ત્યાં સુધી સમસા પણ. હવે જ્યારે સમોસાનું ઓરિજિન મધ્ય એશિયા છે અને મધ્ય એશિયામાં સમસાનો એક અર્થ પિરામિડ પણ માનવામાં આવે છે. અને તમે જાણો છો કે પિરામિડોનો આકાર ત્રિકોણ હોય છે. જેના કારણે એવું માની લેવામાં આવ્યું છે કે સમોસાનો આકાર ત્રિકોણ હોવાની પાછળ આ કારણ રહ્યું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news