IPL માં કયા ખેલાડીની છે કેટલી સેલરી? જાણો કઈ ટીમના કેપ્ટન કરે છે સૌથી વધુ કમાણી

ઈન્ડિયન પ્રિમિયર લીગના 14 મા એડિશનની શરૂઆત થઈ છે. IPLમાં દર વર્ષે જેવી રીતે ચોકા અને છક્કાનો વરસાદ થતો હોય છે તેવી જ રીતે દર વર્ષે ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થતો હોય છે. IPLએ દુનિયાભરના કેટલાક ક્રિકેટરોને કરોડપતિ બનાવી દિધા છે.

IPL માં કયા ખેલાડીની છે કેટલી સેલરી? જાણો કઈ ટીમના કેપ્ટન કરે છે સૌથી વધુ કમાણી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્ડિયન પ્રિમિયર લીગના 14 મા એડિશનની શરૂઆત થઈ છે. IPLમાં દર વર્ષે જેવી રીતે ચોકા અને છક્કાનો વરસાદ થતો હોય છે તેવી જ રીતે દર વર્ષે ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થતો હોય છે. IPLએ દુનિયાભરના કેટલાક ક્રિકેટરોને કરોડપતિ બનાવી દિધા છે. તો ચાલો હવે આપને જાણીશુ કે 2021માં IPLની તમામ ટીમના કપ્તાનોની સેલરી શું છે.

આ વર્ષે સૌથી મોંઘા કપ્તાન છે વિરાટ કોહલી
IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર વિરાટ કોહલી આ વર્ષે પણ સૌથી મોંઘા કપ્તાન છે. RCBએ IPL 2008ની નીલામીમાં કોહલીને 20 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જોકે 2021માં RCBએ કોહલીને 17 કરોડ રૂપિયા ચુકવાશે.

સૌથી ઓછી સેલરી છે ઈયોન મોર્ગનની
IPL 2021માં સૌથી ઓછી સેલરી કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન ઈયોન મોર્ગનની. 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સે ઈયોન મોર્ગનને 5.25 કરોડ રૂપિયા ચુકવાશે.

સંજૂ સૈમસનની સેલરી
સંજૂ સૈમસને IPLમાં ડેબ્યુ રાજસ્થાન રોયલ્સ સાથે કર્યું હતું. હાલાકી 2016ની નીલામીમાં તે દિલ્લીની ટીમમાં ગયા હતા. પરંતુ IPL 2018ના મેગા ઓક્શનમાં તે ફરી એક વખત રાજસ્થાનની ટીમમાં આવ્યા. રાજસ્થાને સૈમસનને 2021 માટે કપ્તાન બનાવવામાં આવ્યા. આ વર્ષે સંજૂ સૈમસનને 8 કરોડ રૂપિયા ચુકવાશે.

ડેવીડ વોર્નર અને કે એલ રાહુલની સેલરી
કેએલ રાહુલ, પંજાબ કિંગ્સે કે એલ રાહુલને 2020માં ટીમના કપ્તાન બનાવ્યા હતા. રાહુલ 2018માં આ ફ્રેન્ચાઈસી સાથે જોડાયા હતા. રાહુલ છેલ્લી ત્રણ સીઝનથી ટીમમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન છે. IPL 2021માં રાહુલને 11 કરોડ રૂપિયા મળશે. બીજી તરફ ડેવીડ વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદના પ્રમુખ બેટ્સમેન અને ત્રણ વખત આ લીગમાં સૌથી વધુ રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી ચુક્યા છે. IPL 2021માં તેમને 12.5 કરોડ રૂપિયા મળશે.

કેટલી છે ઋષભ પંતની સેલરી
દિલ્લી કેપિટલ્સના શ્રેયસ અય્યર IPL 2021માં બહાર થયા પછી વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. IPL 2021માં ઋષભ પંતને 8 કરોડ રૂપિયા મળશે.

એક સરખી છે રોહિત અને ધોનીની સેલરી
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડયન્સને 5 વખત IPLનુ ખિતાબ આપાવ્યું છે. 2013થી રોહિત આ ફ્રેન્ચાઈસીને અહમ ભાગ છે. 2021માં રોહિત શર્માને મળશે 15 કરોડ રૂપિયા. જ્યારે એમ એસ ધોનીને પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી 15 કરોડ રૂપિયા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news