કોંગ્રેસે કેમ PM મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ન ઉતાર્યા? સામ પિત્રોડાએ કર્યો મોટો ખુલાસો 

લોકસભા ચૂંટણી 2019ને લઈને ત્રણ તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. 29મી એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન છે. આ  બધા વચ્ચે ઉત્તર પ્રદેશના વારાણસીની બેઠક ચર્ચાનો વિષય બની છે.

કોંગ્રેસે કેમ PM મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ન ઉતાર્યા? સામ પિત્રોડાએ કર્યો મોટો ખુલાસો 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને ત્રણ તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. 29મી એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન છે. આ  બધા વચ્ચે ઉત્તર પ્રદેશના વારાણસીની બેઠક ચર્ચાનો વિષય બની છે. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે ગુરુવારે શહેરમાં મેગા રોડ શો પણ કર્યો. વારાણસી બેઠક માટે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીની સંભવીત ઉમેદવારીને લઈને પણ અટકળો ખુબ જ હતી. પ્રિયંકા પોતે અનેકવાર કહી ચૂક્યા હતા કે જો પાર્ટી કહેશે તો તેઓ ત્યાંથી ચૂંટણી લડશે. પરંતુ તેમના નામની જગ્યાએ અચાનક જ ગઈ કાલે અજય રાયની જાહેરાત થઈ. 

— ANI (@ANI) April 26, 2019

આ બધા વચ્ચે ગાંધી પરિવારના ખુબ નજીકના અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ ખુલાસો કર્યો છે કે વારાણસીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધીનો પોતાનો જ હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે વારાણસીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય પ્રિયંકાનો હતો. તેમની પાસે બીજી પણ જવાબદારીઓ છે. કોઈ એક સીટ પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા તેમને અપાયેલી બીજી જવાબદારીઓ પર ફોકસ કરવાનું તેમણે વિચાર્યું. આથી આ તેમનો નિર્ણય હતો અને તેમણે જ આ નિર્ણય લીધો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે અનેકવાર મીડિયામાં એવા અહેવાલો આવ્યાં કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. પરંતુ પાર્ટીએ ગુરુવારે પોતાના જૂના ઉમેદવાર અજય રાય ઉપર જ ભરોસો રાખીને તેમને ટિકિટ આપી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને લોકસભા ચૂંટણી માટે પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news