ઈમોશન, અટેચમેન્ટ, એટીટ્યુડ, યુનિટી અને હોપને આવરી લેતી મહાગાથા છે એન્ડ ગેમ !
ફનફીલ્ડ એક્શન મૂવીઝની બોક્સઓફીસ તાસીર બદલનારી ડેડપૂલ બાદ હવે દરેક સુપર હીરો મૂવીમાં ડાયલોગ્ઝ પર પણ પૂરતું ધ્યાન અપાય છે. અને એટલું જ ધ્યાન રખાય છે હ્યુમરને બેલેન્સ કરવામાં. અહી ઇન્ટરેસ્ટિંગ વાત છે રોકેટના પાત્રને અપાયેલી સૌથી હિલેરિયસ લાઇન્સ. રોકેટ લીટરલી પેટ પકડીને હસાવે છે.
Trending Photos
મુફ્ફદલ કપાસી/અમદાવાદ : સમય અનંત છે પણ સતત વહેતો રહે છે ! ક્યાંય અટકતો નથી, રોકાતો નથી બસ નિરંતર છે ! માર્વેલ સિનેમેટીક યુનિવર્સ, જેને પણ સમય પોતાની સાથે લાવ્યો અને પોતાની સાથે લઇને જઇ રહ્યો છે. માર્વેલ સિનેમેટીક યુનિવર્સની 22મી કહાની એન્ડ ગેમ સાથે જ આયર્ન મેનથી આયર્ન મેન સુધીમાં સમાઇ જતાં આ સિને ઈતિહાસના સૌથી રોચક, સૌથી સાહસિક અને સૌથી હેરોઇક મૂવી બોનાન્ઝાનું છેલ્લું ચેપ્ટર પણ પૂર્ણ જરૂર થવાનું પણ સિનેઇતિહાસમાં અમર થઇ જવાનું. અમરથી યાદ આવ્યું કે નામ અમર હોય શકે છે ! પાત્ર અમર થઇ શકે છે પણ જીવન અમર નથી હોતું ! હવે હું કહું કે આયર્ન મેનથી આયર્ન મેન સુધી કેમ ? આ કોઇ સ્પોઇલર નથી, ડોન્ટ વરી ! વર્ષ 2005માં જ્યારે માર્વેલ દેવાળિયું થવા જઇ રહ્યું હતું ત્યારે જ તેમનો પ્લાન હતો આ યુનિવર્સની શરૂઆતનો પણ સુપર હીરોઝ લાવવા ક્યાંથી એમની કોમિક બૂકના જે બે મોટા નામ હતાં એ સ્પાઇડર મેન અને એક્સ-મેનના રાઇટ તો માર્વેલ ક્યારનું સોની અને 20 સેન્ચ્યુરી ફોક્સને વેચી ચૂક્યું હતું. એટલે નક્કી થયું કે માર્વેલ કોમિકના બી કે સી કેટેગરીના સુપર હીરોને પ્રમોટ કરી પહેલાં એક કે બે મૂવી રિલીઝ કરવી પછી આગળનું ડેવલપમેન્ટ નક્કી કરવું. પહેલા બે સુપરહીરો નક્કી થયાં આયર્નમેન અને હલ્ક ! 2008માં પહેલી બે મૂવી રિલીઝ થઇ. એક તો આયર્ન મેન અને બીજી ધ ઇનક્રેડિબલ હલ્ક. જો કે બેમાંથી એક જ સફળ થઇ એ છે આયર્ન મેન ! જો આયર્ન મેન પણ નિષ્ફળ થઇ હોત તો આજે માર્વેલ સિનેમેટીક યુનિવર્સ અને એની 22-22 મૂવીઝનો નોસ્ટાલજિક એરા પણ આપણે જોઇ ન શક્યા હોત. એટલે એ રીતે માર્વેલનો લકી ચાર્મ છે આયર્ન મેન ! સો યુ ગોટ ઇટ નાઉં !
ઝીરો સ્પોઇલર્સ છતાં એક નહીં પણ ત્રણ-ત્રણ હીડન હીંટ છે પહેલાં પેરામાં..મૂળ જ્યાંથી બધું જ વિનાશ તરફ હતું ત્યાંથી જ બચેલાઓની પાછળ છૂટી ગયેલાં અસ્તિત્વ માટેની લડાઇ છે એન્ડગેમ ! પણ આ લડાઇ લડવી કંઇ રીતે જ્યાં ડૉ.સ્ટ્રેન્જે કહ્યું હતું કે લાખોમાં એક જ વાર જીતની સંભાવના હોય ત્યાં અડધી ટીમ પહેલી જ લડાઇમાં પૂરી થઇ જાય તો જીતવું કેવી રીતે ? અરે જીતવા માટે લડવું તો પડેને અને એ લડત માટે એકઠા કેવી રીતે થવું ? એન્ડ ગેમની શરૂઆત જ આ યુનિટી રનથી થાય છે. બટ યુનો સૌથી પહેલી ક્રેડિટ આપવી પડે લેખક ક્રિસ્ટોફર માર્કસ અને સ્ટીફન મેકફીલીને ! કેમ કે બંને પાસે સૌથી મોટી ચેલેન્જ હતી અગાઉની દરેક કડીને આ અંતિમ કડી સાથે જોડી દેવી. પણ બંનેએ કમાલનો સ્ક્રીન પ્લે લખ્યો છે. સૌથી પહેલાં તો એક પછી એક કડીને જોડવાનું કામ પહેલાં હાફમાં થાય છે અને એમાં આ લેખક બેલડીએ એક નહીં બે નહીં પણ ત્રણ-ત્રણ શોકિંગ એલિમેન્ટ ફર્સ્ટ હાફમાં જ આપી દીધાં છે ! અને સૌથી અઘરું શું છે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકશો કે સવાસોથી વધુ કલાકારોનો કાફલો જેમાં 50થી વધુ માતબર પાત્રો એ બધાને એડજસ્ટ કરતા જવાના દરેકના અનુરૂપ મહત્વને ધ્યાને લઇને. જેટલું સરસ લેખન છે એટલી જ દમદાર છે સિનેમેટોગ્રાફી. આ પ્રકારની સુપર હીરોઝ અને ફીક્શન મૂવીઝની સિનેમેટોગ્રાફીનો અનુભવ ધરાવતા ટ્રેન્ટ ઓપલોચે અહીં કમાલ કરી છે. ટ્રેન્ટનો કેમરો એક્શન દ્રશ્યો કરતાં શાંત અને સરળ દ્રશ્યોમાં વધુ તાકતવર લાગે છે !
ફનફીલ્ડ એક્શન મૂવીઝની બોક્સઓફીસ તાસીર બદલનારી ડેડપૂલ બાદ હવે દરેક સુપર હીરો મૂવીમાં ડાયલોગ્ઝ પર પણ પૂરતું ધ્યાન અપાય છે. અને એટલું જ ધ્યાન રખાય છે હ્યુમરને બેલેન્સ કરવામાં. અહી ઇન્ટરેસ્ટિંગ વાત છે રોકેટના પાત્રને અપાયેલી સૌથી હિલેરિયસ લાઇન્સ. રોકેટ લીટરલી પેટ પકડીને હસાવે છે. મે જેમ આગળ લખ્યું છે એમ અહીં વાર્તાની ગુંથણી રસપ્રદ છે અને જ્યારે એ ગુંથાય જાય છે પછી ગુંથાયેલી ચીજની જેમ જ એની પકડ તમને મચક આપતી નથી. ફર્સ્ટ હાફના સૌથી શોકીંગ અને સ્ટન્નિંગ ખુલાસાઓ પછી સેકન્ડ હાફમાં મૂવી એન્ટર થાય છે થ્રીલ અને એડવેન્ચરમાં ! કદાચ સૌથી વધુ સુપર હીરો કેરેક્ટર આ અંતિમ ભાગમાં જ સ્ક્રીન પર દેખાય છે ! અને આ જ મૂવીનો સૌથી રોમાંચક પાર્ટ છે. અ વોર લાઇક નેવર બિફોર ! ક્લાઈમેક્સ અને પ્રિ-ક્લાઇમેક્સ બંને શાનદાર છે. પણ શું આ મૂવી હોલિવૂડની ઓલટાઇમ ક્લાસિકમાં એન્ટર થઇ શકશે. કદાચ નહીં !
એક તો વાર્તાની ગુંથણીને દમદાર કરવા જતાં પહેલાં હાફમાં તમને એ થોડી ખેંચાયેલી લાગે. ઇમોશન, ફીલિંગ, એટીટ્યુડ, હોપ અને યુનિટીના દ્રષ્ટિકોણથી કહેવા જતાં એડિટર થોડા દયાળું બન્યાં છે જે ફાઇનલ કટમાં દેખાય છે. ત્રણ કલાક અને એક મિનિટની આખી વાર્તામાં તમે ક્યાંય નિરાશ નહીં થાવ પણ એવું જરૂર લાગશે કે આ આખી વાત અઢી કલાકમાં જ કહી શકાઇ હોત. બીજું બહું બધાને નહીં પચે તેવું પાત્રોનું ફોર્મેશન ! બે પાત્રોનું ફોર્મેશન સૌથી શોકિંગ છે અને એની મૂળ ઓળખથી એ વિપરીત છે એટલે કે ચાહકો એમને જે અંદાજમાં જોવા ટેવાયેલાં છે એ અંદાજમાં એમનું ન હોવું પણ આંચકો આપી શકે છે. ઈન ધ એન્ડ કેપ્ટન નિક ફ્યૂરી કે જેની ગાઇડલાઇન પર સુપરહીરો કામ કરવા ટેવાયેલાં એનું ખુદનું જ અસ્તિત્વ નહિવત કરી નાખવું પણ ચાહકોને ગળે ન ઉતરે એવું બને.
લાસ્ટલી, ડિરેક્ટર રુસો બ્રધર્સે એક-બે અપવાદ સિવાય અવેન્જર ફ્રેન્ચાઇઝીના દરેક સુપર હીરોને તેમના કદ અનુસાર સલામ ઠોકી છે. બે સુપર હીરો તો ક્લાઇમેક્સમાં સરપ્રાઇઝિંગ રિટાયરમેન્ટ લે છે ! (ધારણા બાંધો પણ કદાચ તમે સાચા ન પણ પડો) થેનોસ જેટલો વિનાશક અને વિધ્વંશક IWમાં લાગે છે એટલો કદાચ અહીં નથી લાગતો. ઓવરઓલ, જો તમે માર્વેલ મૂવીઝના ચાહક છો તો અત્યારે તો તમે બૂકિંગ કરાવવાની વેંતરણમાં હશો અને તમને ટિકિટ પણ નહીં મળતી હોય. પણ તમે એક આમ હોલિવૂડ મુવીના ચાહક છો તો પણ અને એક એક્શન એડવેન્ચર મૂવી જોનારા વર્ગમાંથી છો તો પણ. એટ એની કોસ્ટ એન્ડગેમ ચૂકવા જેવી બિલકૂલ નથી ! ગો એન્ડ સર્ચ ફોર ટિકિટ્સ !
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે