સાક્ષી મહારાજનું મોટું નિવેદન, લોકસભા ઈલેક્શન પહેલા શરૂ થઈ જશે રામમંદિરનું નિર્માણ

સાક્ષી મહારાજે કહ્યું કે, 25 તારીખે હું અયોધ્યા જઈશ અને મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જશે. હવે દુનિયાની કોઈ તાકાત મંદિર બનાવવાથી રોકી શક્તી નથી. લોકસભા ઈલેક્શન પહેલા મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે.

સાક્ષી મહારાજનું મોટું નિવેદન, લોકસભા ઈલેક્શન પહેલા શરૂ થઈ જશે રામમંદિરનું નિર્માણ

લખનઉ : ઔરૈયા બીજેપી સાંસદ સાક્ષી મહારાજનું અયોધ્યા મામલે મોટું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મહારાજે કહ્યું કે, અયોધ્યા મંદિરનું આંદોલન ચરમ પર છે. સુપ્રિમ કોર્ટના વલણથી તમામ આશાઓ ક્ષીણ થઈ ગઈ છે. હવે તો સોમનાથના તર્જ પર લોકસભામાં કાયદો બનશે અને અયોધ્યામાં ભગવાનનું દિવ્ય મંદિર બનશે. તો કોર્ટના નિર્ણય પર શિવપાલ યાદવના નિવેદન પર સાક્ષી મહેરાજ બોલ્યા કે, કોર્ટ પર ભરોસો ન કરવાની કોઈ વાત જ નથી. પંરતુ સુપ્રિમ કોર્ટ કરતા લોકસભા સુપર છે. લોકસભા જે પણ નિર્ણય કરે છે, સંવિધાનિક રીતથી લેવાય છે અને જે પણ થશે તે સંવિધાનિક રીતથી જ થશે.

ભાજપા સાંસદ સાક્ષી મહારાજે આ નિવેદન આજે ઔરૈયાના અછલ્દામાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. સાક્ષી મહારાજે કહ્યું કે, 25 તારીખે હું અયોધ્યા જઈશ અને મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જશે. હવે દુનિયાની કોઈ તાકાત મંદિર બનાવવાથી રોકી શક્તી નથી. લોકસભા ઈલેક્શન પહેલા મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથના આદેશ પર પલટવાર
અયોધ્યામાં રામ જન્મભૂમિમાં ભીડ રોકવાના આદેશ પર સાંસદ સાક્ષી મહારાજે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મંદિર નિર્માણને લઈને કોઈના ના કહેવા પર પણ હવે લોકો નહિ રોકાય. સાક્ષી મહારાજે તેને જનતા જર્નાદનનું સમર્થન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, યોગીજી પણ મંદિર નિર્માણને રોકી નહિ શકે. 25 નવેમ્બરના રોજ અયોધ્યામાં મંદિર નિર્માણને લઈને મોટું સંમેલન કરાશે. સંમેલનમાં તેઓ ખુદ ભીડ લઈને આવશે. મંદિર નિર્માણને લઈને સુપ્રિમ કોર્ટ પાસેની આશાઓ ક્ષીણ થઈ ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news