#MeTooના આરોપોમાંથી મુક્ત થયા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી, પરત ફરશે કામ પર

જોહરી વિરુદ્ધ સૌથી પહેલા યૌન શોષણનો આરોપ એક અજાણ્યા ઈમેલમાં લગાવવામાં આવ્યો હતો, જેને ટ્વીટર પર મુકવામાં આવ્યો. બાદમાં આ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી. 

 #MeTooના આરોપોમાંથી મુક્ત થયા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી, પરત ફરશે કામ પર

નવી દિલ્હીઃ ત્રણ સભ્યોની તપાસ સમિતિએ બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરીને યૌન શોષણના આરોપોમાંથી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સમિતિએ ઓછામાં ઓછી બે મદિલાઓના આરોપોને નકારતા તેને ઉપજાવી કાઢેલા ગણાવ્યા છે. જોહરીને છેલ્લા ત્રણ સપ્તાહથી રજા પર મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે તે કામ પર પરત આવી શકે છે. 

પ્રશાસકોની સમિતિ (સીઓએ) તરફથી નિયુક્ત તપાસ સમિતિના એક સભ્યએ તે માટે લૈંગિક સંવેદનશીલ કાઉન્સિલની ભલામણ કરી છે. આ મુદ્દા પર બે સભ્યોની પ્રશાસકોની સમિતિના મંતવ્ય અલગ હતા. અધ્યક્ષ વિનોદ રાયે જોહરીને કામ પર પરત આવવાની મંજૂરી આપી, જ્યારે ડાયના એડુલ્જીએ કેટલિક ભલામણોના આધાર પર તેના રાજીનામાની માંગ કરી જેમાં કાઉન્સિલિંગ પણ સામેલ છે. 

તપાસ સમિતિના પ્રમુખ ન્યાયમૂર્તિ (સેવાનિતૃત) રાકેશ શર્માએ પોતાના નિષ્કર્ષમાં કહ્યું, કાર્યાલય કે બીજીજગ્યાએ યૌન શોષણના આરોપ ખોટા, પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલા છે, જેનો ઈરાદો રાહુલ જોહરીને નુકસાન પહોંચાડવાનો હતો. 

ત્રણ સભ્યોની તપાસ સમિતિમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ બરખા સિંહ અને વકીલ કાર્યકર્તા વીણા ગૌડા પણ સામેલ હતા. વીણાએ બર્મિંઘમમાં ચેમ્પિન્સ ટ્રોફી દરમિયાન એક ફરિયાદી સાથે અયોગ્ય વર્તન માટે જોહરીના કાઉન્સેલિંગની સલાહ આપી હતી. 

— BCCI (@BCCI) November 21, 2018

વીણાએ કહ્યું કે, જોહરી વિરુદ્ધ યૌન શોષણનો કોઈ મામલો બનતો નથી. સીઓએએ 25 ઓક્ટોબરે રચેલી આ સમિતિને તપાસ પૂરી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં પણ આપવામાં આવશે. 

સીઓએની સભ્ય એડુલ્જી ઈચ્છે છે કે, બુધવારે આ રિપોર્ટ પ્રકાશિત ન થાય અને તેણે માંગ કરી કે તેનો અભ્યા કરવા માટે ઓછામાં ઓછો થોડા દિવસનો સમય આપવામાં આવે. સીઓએ પ્રમુખ વિનોદ રાયે સમિતિના સભ્યો અને બીસીસીઆઈની કાયદાકીય ટીમ સમક્ષ રિપોર્ટ ખોલી દીધો. એડુલ્જી સમિતિની રચનાની વિરોધમાં હતા અને તેઓ ઈચ્છતા હતા કે આરોપોના આધાર પર જોહરીને સસ્પેન્ડ કરવામાં આવે, જ્યારે રાયનું માનવું હતું કે, પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત અનુસાર કોઈપણ કાર્યવાહી પહેલા તપાસ જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news