10થી50 વર્ષની મહિલાઓને સબરીમાલા નહી આવવા વિનમ્ર અપીલ: મુખ્ય પુજારી

સબરીમાલાના મુખ્ય પુજારી કંદારૂ રાજીવારૂએ ગુરૂવારે આ સમાચારોને ફગાવી દીધા કે પૂજા અર્ચના માટે એક વિશેષ આયુષ્ય વર્ગની મહિલાઓના ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશ કરવામાં આવે તો આ તંત્રી પરિવાર દ્વારા બંધ કરી દેવાની યોજના છે. રાજીવારૂના સોશ્યલ મીડિયા પર આ અંગે કેટલાક સમાચારો આવ્યા બાદ મંદિર પરિસર, સન્નિધાનમમાં કહ્યું. 
10થી50 વર્ષની મહિલાઓને સબરીમાલા નહી આવવા વિનમ્ર અપીલ: મુખ્ય પુજારી

સબરીમાલા : સબરીમાલાના મુખ્ય પુજારી કંદારૂ રાજીવારૂએ ગુરૂવારે આ સમાચારોને ફગાવી દીધા કે પૂજા અર્ચના માટે એક વિશેષ આયુષ્ય વર્ગની મહિલાઓના ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશ કરવામાં આવે તો આ તંત્રી પરિવાર દ્વારા બંધ કરી દેવાની યોજના છે. રાજીવારૂના સોશ્યલ મીડિયા પર આ અંગે કેટલાક સમાચારો આવ્યા બાદ મંદિર પરિસર, સન્નિધાનમમાં કહ્યું. 

જો કે મુખ્ય પુજારીએ 10થી 50 આયુ વર્ગની મહિલાઓને સન્નિઘાનમ નહી આવવા અને સમસ્યા પેદા નહી કરવા માટેની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ આયુવર્ગમાં રજસ્વલાની સ્થિતી મુદ્દે 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સન્માન કરીએ છીએ. 
મુખ્ય પુજારીએ કહ્યું કે, માસિક પુજા અને અનુષ્ઠાન કરાવવું અમારૂ કર્તવ્ય અને જવાબદારી છે. અમે પરંપરા નહી તોડીએ. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સન્માન કરીએ છીએ. જો કે શ્રદ્ધાળુઓની ભાવનાઓ અને મંદિરની પરંપરા અને રીતિ રિવાજ પર વિચાર કરતા તમને (યુવતીઓને) સબરીમાલા નહી આવવા માટેની અપીલ કરુ છું. 

રાજીવારુએ દરેકને અપીલ કરી કે તેઓ મંદિર પરિસરને રણક્ષેત્રમાં પરિવર્તિત ન કરે. બીજી તરફ પલક્કડ જિલ્લામાં વીએન વાસુદેવન નંબુદરીને સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરને આવતા એક વર્ષ માટે નવા મુખ્ય પુજારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હાલ બેંગ્લુરૂમાં અયપ્પા મંદિરમાં પુજારી તરીકે સેવાઓ આપી રહ્યા છે. 

ચેગન્નુરમાં રહેનારા એનએન નારાયણન નંબુદરી મલિકાપ્પુરમ મંદિરના નવા પુજારી હશે. બંન્ને પુજારી 17 નવેમ્બરથી પોતાનું કામકાજ સંભાળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news