Russia Ukraine War: પીએમ મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના પ્રધાનમંત્રીઓ સાથે કરી વાત, આ મુદ્દે થઈ ચર્ચા
Russia Ukraine War: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને યુક્રેનથી ભારતીયોની વાપસીમાં સહાયતા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે યુક્રેન સંકટને લઈને બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ, વીકે સિંહ ઉપરાંત ઘણા ટોચના અધિકારીઓ હાજર હતા.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે ભારત પાડોશી અને વિકાસશીલ દેશોના જેઓ પૂર્વ યુરોપના યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે તેમની પણ મદદ કરશે.
બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના પ્રધાનમંત્રીઓ સાથે વાત કરી અને યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો.
આ પણ વાંચોઃ યુક્રેનમાં જમીની સ્થિતિ કેવી છે, અત્યાર સુધીમાં કેટલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા, વિદેશ મંત્રાલયે જણાવ્યું
પીએમ મોદીએ દિવસ દરમિયાન પણ બેઠક કરી હતી. આ બેઠકમાં યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયામાં સંકલન કરવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંધિયા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરી માટે રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલન કરશે, જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. સૂત્રોએ જણાવ્યું કે પુરી હંગેરી જશે અને સિંહ ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવા પોલેન્ડ જશે.
અત્યાર સુધીમાં લગભગ 8,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જણાવી દઈએ કે યુક્રેનનું એરસ્પેસ બંધ થવાને કારણે ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની પોતાની (યુક્રેનની) બોર્ડર પોસ્ટ દ્વારા ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે