પુતિનની ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે થઈ વાત, યુક્રેન સંકટના સમાધાન માટે રાખી 3 શરત

Russia-ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે બેલારૂસમાં આયોજીત ઐતિહાસિક વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં યુક્રેન અને રશિયાએ પોત-પોતાની માંગો રાખી છે. 

પુતિનની ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે થઈ વાત, યુક્રેન સંકટના સમાધાન માટે રાખી 3 શરત

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના ફ્રાન્સીસી સમક્રક્ષ ઇમૈનુઅલ મૈક્રોંને સ્પષ્ટ રીતે કહી દીધુ કે યુક્રેન સાથે સમજુતી ત્યારે સંભવ છે જ્યારે રશિયાના કાયદેસર સુરક્ષા હિતોને વગર શરતે માનવામાં આવે. સોમવારે સાંજે પુતિન અને મૈક્રોં વચ્ચ આશરે 90 મિનિટ વાતચીત થઈ છે. આ દરમિયાન રશિયાએ યુક્રેન સામે યુદ્ધ ટાળવાના બદલામાં પોતાની ત્રણ શરતો રાખી છે. 

રશિયાની શરતોમાં સામેલ છે- ક્રીમિયા પર રશિયાની સંપ્રભુતાને માન્યતા, યુક્રેનનું વિસૈન્યીકરણ અને વિમુદ્રીકરણ અને યુક્રેનની તટસ્થ સમિતિની નક્કી કરવી. સાથે લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ પુતિને પશ્ચિમને 'જૂઠનું સામ્રાજ્ય' ગણાવી દીધું છે. 

મૈક્રોં સાથેની વાતચીતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની બે માંગ પણ કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે જો રશિયાના સુરક્ષા હિતોને ધ્યાનમાં લેવામાં આવે તો જ યુક્રેનનો ઉકેલ શક્ય છે.

પોતાની માંગણીઓ કરતાં પુતિને કહ્યું હતું કે, "યુક્રેનને ડિમિલિટરાઇઝ્ડ કરવું જોઈએ. આ સિવાય જો પશ્ચિમી દેશો ક્રિમીઆ પર રશિયન સાર્વભૌમત્વને માન્યતા આપે તો યુક્રેન પર યુદ્ધ સમાપ્ત થઈ શકે છે."

રશિયાએ મૈક્રોં સાથે પુતિનની વાટાઘાટોને સમજાવતા કહ્યું, "વ્લાદિમીર પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો રશિયાના કાયદેસર સુરક્ષા હિતોને બિનશરતી રીતે ધ્યાનમાં લેવામાં આવે તો જ કરાર શક્ય છે, જેમાં ક્રિમીઆ પર રશિયન સાર્વભૌમત્વની માન્યતા, યુક્રેનિયન રાજ્યનું નિઃસૈનિકીકરણ અને નાઝી વિચારધારાથી તેની મુક્તિનો સમાવેશ થાય છે. તેની તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવી."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news