Manish Sisodia News: મનિષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા, તિહાડ જેલમાં રહેશે

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને રાઉજ એવન્યુ કોર્ટે 20મી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને હવે તિહાડ જેલ લઈ જવામાં આવશે. સીબીઆઈએ દિલ્હીની નવી દારૂ નીતિમાં કથિત કૌભાંડ મામલે સિસોદિયાની 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી.

Manish Sisodia News: મનિષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા, તિહાડ જેલમાં રહેશે

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને રાઉજ એવન્યુ કોર્ટે 20મી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને હવે તિહાડ જેલ લઈ જવામાં આવશે. સીબીઆઈએ દિલ્હીની નવી દારૂ નીતિમાં કથિત કૌભાંડ મામલે સિસોદિયાની 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેઓ સીબીઆઈની કસ્ટડીમાં હતા. 

સિસોદિયાને આજે રાઉજ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. સીબીઆઈએ સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગણી કરી હતી. સીબીઆઈએ કહ્યું કે અમે હવે વધુ પોલીસ કસ્ટડીની માંગણી કરી રહ્યા નથી. પરંતુ ભવિષ્યમાં કરી શકીએ છીએ। કારણ કે આરોપી વ્યક્તિનું આચરણ યોગ્ય નથી. સાક્ષીઓને આશંકા છે કે તેમને નિશાન બનાવવામાં આવી શકે છે. 

— ANI (@ANI) March 6, 2023

કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે સિસોદિયા- સીબીઆઈ
સીબીઆઈએ કહ્યું કે તેઓ સાક્ષીઓને ડરાવી રહ્યા છે અને કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે. સીબીઆઈએ કહ્યું કે કોર્ટ દ્વારા વોરંટ બહાર પાડવામાં આવ્યા બાદ જ અમે દરોડા માર્યા હતા. આ મામલે જે પણ કાર્યવાહી થઈ છે તે બધુ કોર્ટના ધ્યાનમાં છે. ચિંતાની વાત એ છે કે એવું કેમ દેખાડવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ગેરકાયદેસર કામ કરી રહી છે. 

કોર્ટે આ માંગણી માનતા સિસોદિયાને 20મી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી બાજુ સિસોદિયા તરફથી હાજર થયેલા વકીલે કહ્યું કે આ જાણકારી યોગ્ય નથી. મીડિયાએ મારા અસીલને ઢસડવા જોઈએ નહીં. 

કેજરીવાલે સાધ્યું પીએમ મોદી પર નિશાન
આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનિષ સિસોદિયાની ધરપકડને લઈને  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ રાજ્યોમાં બિન ભાજપ સરકારને સુચારુ રીતે કામ ન કરવા દેવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે કોઈ દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્ર માટે પિતા સમાન ગણવામાં  આવે છે. પરંતુ કેન્દ્રીય એજન્સીઓનો દુરઉપયોગ કરીને બિન ભાજપ પક્ષોમાં દરાર પેદા કરવી અને રાજ્યોમાં તેમની સરકાર પાડવી એ પીએમ મોદીની કાર્યશૈલી બની ગઈ છે. 

8 વિપક્ષી દળોનો પીએમ મોદીને પત્ર
અત્રે જણાવવાનું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મમતા બેનર્જી, કે ચંદ્રશેખર રાવ સહિત 8 વિપક્ષી દળોના નેતાઓએ પ્રધાનમંત્રીને પત્ર લખીને વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓના દુરઉપયોગનો આરોપ લગાવ્યો છે. આ પત્ર પર તેલંગણાના સીએમ રાવ અને પશ્ચિમ  બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના પણ હસ્તાક્ષર છે. 

શું છે મામલો
સીબીઆઈએ મનિષ સિસોદીયાને 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. દિલ્હી સરકારની વિવાદિત દારૂ નીતિના કથિત કૌભાંડ મામલે આ કાર્યવાહી કરાઈ. સીબીઆઈએ લગભગ 6 મહિનાની તપાસ બાદ આ મામલે સિસોદિયાની ધરપકડ કરી. દિલ્હીમાં કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલીસી લાગૂ કરી હતી. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલીસી લાવવા અંગે માફિયા રાજ ખતમ કરવાનું તર્ક આપ્યું હતું. એવો પણ દાવો કરાયો હતો કે તેનાથી સરકારના ખજાનામાં પણ વધારો થશે. 

જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે આ મામલે એલજી વી કે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એક્સાઈસ પોલીસીમાં ગડબડીની સાથે જ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અનુચિત લાભ પહોંચાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ સિસોદિયા સહિત 15 લોકો વિરુદુધ કેસ દાખલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news