રસ્તા હવે રસ્તા પર નહી પરંતુ ફેક્ટ્રીમાં જ બનાવવામાં આવશે : નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, માર્ગ નિર્માણની પદ્ધતીઓમાં પાયાગત પરિવર્તન અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, માર્ગ બનાવવાની પદ્ધતીમાં મુળભુત પરિવર્તન લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. હવે રોડ અને રસ્તા તેના સ્થળ પર જ નહી પરંતુ ફેક્ટ્રીમાં બનશે. રસ્તાઓ હવે ફેક્ટ્રીમાં બનાવવામાં આવશે અને જે તે સ્થળે તેને એસેમ્બલ કરી દેવામાં આવશે. ફેક્ટ્રીને પ્રી કાસ્ટ ફ્રેમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેના કારણે રસ્તાઓને એસેમ્બલ કરવા ખુબજ સરળ થઇ જશે. તેના થકી માર્ગ બનાવવાની ઝડપમાં પણ વધારો થશે. તેના માટે એક મલેશિયન કંપની સાથે 100 કિલોમીટર માર્ગ યોજનાને પ્રાયોગીક ધોરણે તૈયાર કરવા માટે જણાવ્યું છે.
ગડકરીએ કહ્યું કે, સ્ટીલ ફાઇબરના ઉપયોગથી નિર્માણના કોસ્ટિંગમાં ઘટાડો થઇ શકે છે. હાલમાં સરકાર દરરોજ 28 કિલોમીટર માર્ગ બનાવી રહી છે, જે કોંગ્રેસ સરકારની તુલનાએ ખુબ જ વધારે છે. તેમણે કહ્યું કે, આજે આશરે 6 -7 હજાર કિલોમીટર માર્ગ બનાવવાનું કામ માત્ર જમીન અધિગ્રહણ નહી થઇ શકવાનાં કારણે અટકેલું છે. તેમણે કહ્યું કે, હાલમાં અધિગ્રહણ મુદ્દે રહેલી ઘણી અડચણો દુર કરી છે અને પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવી ચુકી છે. આ સાથે જ હવે મંત્રાલય જમીન અધિગ્રહણ કર્યા વગર કોઇ યોજનાને વધારે સરળ બનાવી ચુકી છે. આ સાથે જ હવે મંત્રાલય જમીન અધિગ્રહણ કર્યા વગર કોઇ યોજનાનો કોન્ટ્રાક્ટ નથી આપતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા વર્ષ સુધીમાં માર્ગ નિર્માણનું કામ પ્રતિ દિવસ 40 કિલોમીટર જેટલું થઇ જશે.
વધારે જમીન અધિગ્રહણની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. નિર્માણના ખર્ચમાં ઘટાડો થવાની સાથે જ ગુણવત્તા પણ ઘટી ચુકી છે. તેમણે કહ્યું કે, દિલ્હી અને મુંબઇને જોડનારો આ નવો હાઇવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના પછાત વિસ્તારોમાંથી પસાર થશે. તેના કારણે આ વિસ્તાર માટે સંભાવનાઓ વધશે. આ નવી હાઇવેથી દિલ્હી અને મુંબઇનું અંતર આશરે 120 કિલોમીટર ઘટી ચુક્યું છે.
આજે એનએચએઆઇ અથવા માર્ગ નિર્માણ ક્ષેત્ર મુદ્દે લોકોને વિશ્વાસ વધી ચુક્યો છે અને એવું તેમના સારા કામોના કારણે ચાલે છે. આજે અહીં ભ્રષ્ટાચારા નથી. તેમણે કહ્યું કે, માર્ગ બનાવવામાં 10 ટકા સુધી પ્લાસ્ટીક અથવા રબર વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. ટુંકમાં જ તેના માટે પર્યાવરણ મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરીને નોટિફિકેશન ઇશ્યું કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે