J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ

કાશ્મીર ઘાટીમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ માર્યો ગયો છે.  રિયાઝ નાયકૂના માથે 12 લાખનું ઈનામ હતું. આતંકી રિયાઝ નાયકૂને સુરક્ષાદળોએ આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. એક સમયે નાયકૂ મેથ્સ ટીચર હતો અને ત્યારબાદ આતંકી બની ગયો. 

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ

નવી દિલ્હી: કાશ્મીર ઘાટીમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ માર્યો ગયો છે.  રિયાઝ નાયકૂના માથે 12 લાખનું ઈનામ હતું. આતંકી રિયાઝ નાયકૂને સુરક્ષાદળોએ આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં કર્નલ મેજર સહિત 8 જવાનોની શહાદત બાદ સુરક્ષાદળોએ આતંકી વિરુદ્ધ મોટા ઓપરેશનની શરૂઆત કરી હતી. આ ઓપરેશન દરમિયાન  પુલવામા જિલ્લાના અવંતીપોરાના બેગપોરા વિસ્તારમાં અથડામણ વખતે મોસ્ટ વોન્ટેડ આતંકી હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર થયો. 

રિયાઝ નાયકૂ ખુબ ઓછા સમયમાં હિજબુલનો મહત્વનો હિસ્સો બની ગયો હતો. પોલીસ ઓફિસરોના પરિવારના લોકોના અપહરણ, આતંકીઓના મોત પર બંદૂકોથી સલામી વગેરે તેણે જ શરૂ કર્યું હતું જેના કરાણે હિજબુલ વધુ ખતરનાક બની રહ્યું હતું. પોતાની છબીના કારણે નાયકૂએ અનેક કાશ્મીરી યુવકોને આતંકના રસ્તે ધકેલ્યા હતાં.  

રિયાઝ નાયકૂ પર 12 લાખનું ઈનામ
રિયાઝ નાયકૂના ખાતમાને કેમ આટલી મોટી વાત માનવામાં આવી રહી છે તો તેની પાછળનું કારણ એ છે કે તે કોઈ સામાન્ય આતંકી નહતો. સોશિયલ મીડિયાના ઉપયોગમાં આ હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂ ધૂરંધર હતો. આ જ કારણ છે કે તેના પર 12 લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. 

— ANI Digital (@ani_digital) May 6, 2020

સુરક્ષાદળોએ રિયાઝને આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. સમગ્ર ઘાટીમાં હિજબુલ કમાન્ડર ગણાતા રિયાઝના ખાતમાથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદની કમર તૂટશે એ તો નિશ્ચિત છે. સુરક્ષા એજન્સીઓએ તેને અનેકવાર ઘેર્યો પરંતુ દર વખતે તે છટકી જતો હતો. રિયાઝ નાયકૂ અનેકવાર વીડિયો મેસેજ બહાર પાડીને સંદેશા પણ આપી ચૂક્યો છે. 

પરિવારને મળવા આવ્યો હતો!
સુરક્ષાદળોને મંગળવારે એવા ઈનપુટ મળ્યા હતાં કે રિયાઝ નાયકૂ બેગપોરા આવી રહ્યો છે. જે તેનું પૈતૃક ગામ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં તે પોતાના પરિવારને મળવા માટે આવી રહ્યો હતો. ગામમાં જ પોતાના અડ્ડામાં છૂપાયેલો હતો. રિયાઝ નાયકૂ તેની માતાની તબિયત જાણવા માટે આવ્યો હતો. જેવું સુરક્ષાદળોને આ વાતની જાણ થઈ કે ગામને સંપૂર્ણ ઘેરી લેવાયું. જે ઘરમાં રિયાઝ નાયકૂ છૂપાયેલો હતો ત્યાં બીજા પણ બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હતાં જેમને હવે સુરક્ષાદળોએ ઠાર કરી દીધા. 

સુરક્ષાદળોએ બુધવારે એક ઘરને જ ઉડાવી દીધુ. જેમાં રિયાઝ નાયકૂ છૂપાયેલો હતો. ત્યારબાદ એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે મરનારો આતંકી રિયાઝ નાયકૂ જ હતો. સુરક્ષા કારણોસર હાલ કાશ્મીર ઘાટીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઓપરેશનને જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા ભારતીય સેનાના સુરક્ષાદળો દ્વારા એક સાથે હાથ ધરાયું હતું. 

— Shesh Paul Vaid (@spvaid) May 6, 2020

મેથ્સનો હતો ટીચર અને બની ગયો આતંકી
ગત વર્ષ રિયાઝ નાયકૂના પિતાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર એન્જિનિયર બનવા માંગતો હતો અને તે ગણિતમાં સારો હતો તથા કન્સ્ટ્રક્શનના કામમા પણ તેને રસ હતો. પરિવાર સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તે તો એ જ દિવસે તેમના માટે મરી ગયો હતો જે દિવસે હિજબુલમાં જોડાયો હતો. પિતાએ કહ્યું હતું કે તેને 12માં ધોરણમાં 600માથી 464 માર્ક્સ આવ્યાં હતાં તે એક પ્રાઈવેટ શાળામાં ગણિત ભણાવતો હતો. 

ત્યારબાદ અચાનક એવું તે શું થયું કે એક ટીચર આતંકી બની ગયો. આ બધુ થયું વર્ષ 2010માં. એક પ્રદર્શન દરમિયાન 17 વર્ષના અહેમદ મટ્ટોનું ટીયર ગેસનો શેલ લાગવાથી મોત થયું હતું. ત્યારબાદ ઘાટીમાં ઘણું બદલાઈ ગયું. પોલીસે અનેક લોકોને પકડ્યાં. જેમાંથી નાયકૂ પણ એક હતો. તેને 2012માં છોડવામાં આવ્યો પરંતુ તે બદલાઈ ગયો. ત્યરાબાદ તેણે ભોપાલ યુનિવર્સિટીમાં આગળના અભ્યાસ માટે એડમિશન લેવા પિતા પાસેથી 7000 રૂપિયા લીધા પરંતુ ત્યારબાદ ક્યારેય ફરીથી જોવા મળ્યો નહીં. મહિના પછી ખબર પડી કે પુત્ર તો આતંકી બની ગયો છે. 

અપહરણ દિવસની કરી શરૂઆત
પોલીસ પર પ્રેશર બનાવવા માટે અપહરણ દિવસની શરૂઆત તેણે જ કરી હતી. સાઉથ કાશ્મીરમાં આ દિવસે 6 પોલીસકર્મીઓના ઘરના 11 ફેમિલી મેમ્બરને અપહરણ કર્યા હતાં. તમામને પાછળથી છોડી મૂકાયા હતાં. પરંતુ બદલામાં નાયકૂના પિતાને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવામાં આવ્યાં હતાં. નાયકૂએ જ ગન સેલ્યૂટ ફરીથી શરૂ કરાવી હતી. આતંકીઓ પોતાના કમાન્ડરના મોત પર તે આપે છે. 

જુઓ LIVE TV

બુરહાન વાની બાદ સામે આવ્યું નામ
30 વર્ષનો નાયકૂ 2016માં બુરહાન વાનીના મોત બાદ ત્યાંના લોકો માટે આતંકનો નવો ચહેરો બની ગયો હતો. તે અવંતીપોરાના જ રહીશ હતો. ગત વર્ષે આતંકી સબજાર ભટના મોત બાદ તેને હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. આ અગાઉ તે અનેકવાર ઘેરાયો હતો પરંતુ બચી જતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news