NEET રિઝર્વેશન: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું-અનામત એ મૂળભૂત અધિકાર નથી

તામિલનાડુની ડીએમકે, એઆઈડીએમકે, સીપીએમ, સહિત અનેક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં NEET હેઠળ મેડિકલ કોલેજમાં સીટોને લઈને રાજ્યમાં 50 ટકા OBC અનામત મામલે અરજી દાખલ કરી હતી. 

NEET રિઝર્વેશન: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું-અનામત એ મૂળભૂત અધિકાર નથી

નવી દિલ્હી: અનામત પર સુપ્રીમ કોર્ટે આજે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે અનામત એ મૌલિક (મૂળભૂત) અધિકાર નથી. કોર્ટે તામિલનાડુમાં મેડિકલ બેઠકો પર OBC અનામત નહીં આપવામાં આવતી હોવાની વિરુદ્ધમાં કરાયેલી અરજી પર આગળ સુનાવણી કરવાની ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે તામિલનાડુની તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યના ઓબીસીના કલ્યાણ માટે એક સાથે મળીને આગળ આવી છે, આ અસામાન્ય વાત છે પરંતુ અનામત એ મૌલિક અધિકાર નથી. 

હકીકતમાં ડીએમકે, એઆઈડીએમકે, સીપીએમ, તામિલનાડુ સરકાર અને તામિલનાડુની અનેક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં NEET હેઠળ મેડિકલ કોલેજમાં સીટોને લઈને રાજ્યમાં 50 ટકા OBC અનામત મામલે અરજી દાખલ કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી પરંતુ કોર્ટે આ અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ મામલે કોનો મૌલિક અધિકાર છીનવાઈ ગયો છે? અરજીકર્તાઓના વકીલોની દલીલોથી એવું લાગે છે કે તમે ફક્ત તામિલનાડુના કેટલાક લોકોના ફાયદાની જ વાત કરી રહ્યાં છો. 

જુઓ LIVE TV

જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે કોઈ પણ અનામતના અધિકારનો દાવો કરી શકે નહીં. તેમણે કહ્યું કે અનામતનો અધિકાર કોઈ મૌલિક અધિકાર નથી. આજે આ જ કાયદો છે. તામિલનાડુમાં ઓબીસી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજમાં સીટો અનામત નહીં કરવાના મુદ્દાને મૌલિક અધિકારનો ભંગ ગણતી એક અરજી સુપ્રીમમાં કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news