ટીવી અભિનેતા જાગેશ મુકાતીનું નિધન, 'તારક મહેતા...'ની અભિનેત્રીએ આપ્યા દુ:ખદ સમાચાર 

ટીવી અભિનેતા જાગેશ મુકાતી (Jagesh Mukati)નું નિધન થયું છે. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)ની અભિનેત્રી 'મિસિસ હાથી'ની ભૂમિકા ભજવતી અંબિકા રંજનકર(Ambika Ranjankar)એ આ દુખદ સમાચારની જાણ સોશિયલ મીડિયા પર શેર કરીને કરી. જેમાં તેણે જણાવ્યું કે ટીવી અભિનેતા અને ગુજરાતી થિયેટર કલાકાર જાગેશ મુકાતીનું બુધવારે નિધન થયું. ટીવી અભિનેતા જાગેશ મુકાતી કે જેમને 'અમિતા કા અમિત', અને 'શ્રી ગણેશ' જેવી સિરિયલોથી બધા જાણે છે. તેમનું 10 જૂનના રોજ નિધન થયું. 
ટીવી અભિનેતા જાગેશ મુકાતીનું નિધન, 'તારક મહેતા...'ની અભિનેત્રીએ આપ્યા દુ:ખદ સમાચાર 

નવી દિલ્હી: ટીવી અભિનેતા જાગેશ મુકાતી (Jagesh Mukati)નું નિધન થયું છે. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)ની અભિનેત્રી 'મિસિસ હાથી'ની ભૂમિકા ભજવતી અંબિકા રંજનકર(Ambika Ranjankar)એ આ દુખદ સમાચારની જાણ સોશિયલ મીડિયા પર શેર કરીને કરી. જેમાં તેણે જણાવ્યું કે ટીવી અભિનેતા અને ગુજરાતી થિયેટર કલાકાર જાગેશ મુકાતીનું બુધવારે નિધન થયું. ટીવી અભિનેતા જાગેશ મુકાતી કે જેમને 'અમિતા કા અમિત', અને 'શ્રી ગણેશ' જેવી સિરિયલોથી બધા જાણે છે. તેમનું 10 જૂનના રોજ નિધન થયું. 

સામે આવેલી જાણકારી મુજબ જાગેશને શ્વાસ લેવાની તકલીફ ઊભી થતા છેલ્લા 3-4 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેઓ અસ્થમાથી પીડિત હતાં. કહેવાય છે કે અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. 

A post shared by Ambika (@hasmukhi) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી અંબિકા રંજનકર કે જેણે દિવંગત અભિનેતા સાથે કામ કર્યું છે, તેમના નિધન પર શોક વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેમની સાથેની એક તસવીર શેર કરતા અંબિકાએ લખ્યું કે દયાળુ, સહાયક અને ખુબ ભાવનાત્મક...બહુ જલદી જતા રહ્યાં...તમારા આત્માને સદગતિ પ્રાપ્ત થાય...શાંતિ....જાગેશ પ્રિય મિત્ર, તમારા દોસ્તોને તમારી યાદ આવશે. 

જાગેશ ગુજરાતી મનોરંજન જગતમાં પણ એક જાણીતુ નામ હતું. તેઓ સિદ્ધાર્થ મલ્હોત્રા, પરણિતી ચોપડા અભિનિત હંસી તો ફસીમાં પણ જોવા મળ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news