Republic Day 2023: કર્તવ્ય પથ પર ઈન્ડિયાનો વોર પાવર, અર્જૂન, પ્રચંડ, આકાશ મિસાઈલ સાથે જોવા મળ્યો ભારતનો દમ

ભારત આજે 26મી જાન્યુઆરીએ પોતાનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે કર્તવ્ય પથ પર પરેડ જોવા મળી. આ પરેડમાં ભારતના સ્વદેશી સૈન્ય પરાક્રમ અને નારી શક્તિની તાકાત જોવા મળી. કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જૂન ટેંક જેવા ઘાતક હથિયારોએ સેનાના શૌર્યને દેખાડ્યું, આકાશમાં પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાણે વાયુસેનાની તાકાત દેખાડી. આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ.

Republic Day 2023: કર્તવ્ય પથ પર ઈન્ડિયાનો વોર પાવર, અર્જૂન, પ્રચંડ, આકાશ મિસાઈલ સાથે જોવા મળ્યો ભારતનો દમ

ભારત આજે 26મી જાન્યુઆરીએ પોતાનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે કર્તવ્ય પથ પર પરેડ જોવા મળી. આ પરેડમાં ભારતના સ્વદેશી સૈન્ય પરાક્રમ અને નારી શક્તિની તાકાત જોવા મળી. કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જૂન ટેંક જેવા ઘાતક હથિયારોએ સેનાના શૌર્યને દેખાડ્યું, આકાશમાં પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાણે વાયુસેનાની તાકાત દેખાડી. આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. 90 મિનિટની આ પરેડમાં 23 ઝાંખીઓ પણ જોવા મળી. જેમાં રાજ્યો, અને મંત્રાલયો-વિભાગોની ઝાંખીઓ સામેલ હતી. જ્યાં યુપીની ઝાંખીમાં અયોધ્યાની ઝલક જોવા મળી, તો ગૃહ મંત્રાલય દ્વારા નશામુક્ત ભારતની ઝાંખી જોવા મળી તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ઝાંખીમાં નારી શક્તિને દર્શાવવામાં આવી. છેલ્લે ભારતીય સેનાઓના 50 વિમાનોએ ફ્લાય પાસ્ટ કરી. 

— ANI (@ANI) January 26, 2023

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ફરકાવ્યો તિરંગો
પ્રજાસત્તાક દિવસના આ અવસરે કર્તવ્ય પથ પર દેશે ઇતિહાસ રચાતા જોયો. પહેલીવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પરેડની સલામી લીધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 25 જુલાઈ 2022ના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના રહીશ છે. તેઓ આ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ વખતે ગણતંત્ર દિવસના અવસરે  ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ મુખ્ય અતિથિ હતા. 

Egypt’s President Abdel Fattah al-Sisi attends the ceremonial event as the chief guest

Simultaneously, National Anthem and 21-gun salute presented pic.twitter.com/hi3joxFs57

— ANI (@ANI) January 26, 2023

આ અગાઉ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. તેમની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીડીએસ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના પ્રમુખ હાજર રહ્યા હતા. પીએમ ત્યારબાદ કર્તવ્ય પથ પહોંચ્યા અને ત્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સ્વાગત પણ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તિરંગો  ફરકાવ્યો. ત્યારબાદ 21 તોપની સલામી સાથે રાષ્ટ્રગીત ગવાયું. ત્યારબાદ પરેડની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પરેડની સલામી લીધી. 

90 મિનિટ ચાલી પરેડ
ગણતંત્ર દિવસની પરેડ લગભગ 10.30 વાગે શરૂ થઈ. તે 90 મિનિટ સુધી ચાલી. આ પરેડમાં દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનો એક અનોખો સંગમ જોવા મળ્યો. જે દેશની વધતી સ્વદેશી ક્ષમતાઓ, નારી શક્તિ અને એક ન્યૂ ઈન્ડિયાની ઝલક દેખાડે છે. પહેલીવાર 21 તોપોની સલામી 105 મિમીની  ભારતીય ફિલ્ડ ગનથી અપાઈ. આ ફીલ્ડ ગને જૂની 25 પાઉન્ડર બંદૂકની જગ્યા લીધી. જે રક્ષા ક્ષેત્રમાં વધતી આત્મનિર્ભરતા પ્રદર્શિત કરે છે. 105 હેલિકોપ્ટર યુનિટના ચાર MI-171વી/વી5 હેલિકોપ્ટરે કર્તવ્ય પથ પર હાજર દર્શકો પર પુષ્પવર્ષા કરી. 

— ANI (@ANI) January 26, 2023

પરેડની શરૂઆત રાષ્ટ્રપતિની સલામીથી થઈ. પરેડની કમાન પરેડ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ધીરજ શેઠ, અતિ વિશિષ્ટ સેવા મંડળ, બીજી પેઢીના સેના અધિકારીએ સંભાળી. દિલ્હી ક્ષેક્ષના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભવનીશકુમાર પરેડ સેકેન્ડ ઈન કમાન્ડ રહ્યા. ત્યારબાદ સર્વોચ્ચ વીરતા પુરસ્કારોા વિજેતા પરેડમાં સામેલ થયા. જેમાં પરમવીર ચક્ર અને અશોક ચક્ર વિજેતા સામેલ છે. 

ઈજિપ્તની ટુકડી
કર્નલ મહેમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ એલ ખારાસાવીના નેતૃત્વમાં પહેલીવાર કર્તવ્ય પથ પર ઈજિપ્તના સશસ્ત્ર દળોના સંયુક્ત બેન્ડ અને માર્ચિંગ દળ પરેડમાં સામેલ થયા. દળમાં 144 સૈનિકો સામેલ થયા. જેમણે ઈજિપ્તના સશસ્ત્ર દળોની મુખ્ય શાખાઓનું પ્રતિનિધિત્વ કર્યું. 

ભારતીય સેનાની ટુકડી
61 કેવલરીની વર્દીમાં પહેલી ટુકડીનું નેતૃત્વ કેપ્ટન રાયજાદા શૌર્ય બાલીએ કર્યું. 61 કેવલરી દુનિયામાં એકમાત્ર સેવારત સક્રિય ઘોડેસવાર કેવેલરી રેજિમેન્ટ છે. જેમાં તમામ 'સ્ટેટ હોર્સ યુનિટ્સ' નું સંયોજન છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 61 કેવેલરીના એક માઉન્ટેડ કોલમ, નો મેકેનાઈઝ્ડ કોલમ, છ માર્ચિંગ ટુકડીઓ અને આર્મી એવિએશન કોપ્સના એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર દ્વારા એક ફ્લાય પાસ્ટ દ્વારા કરાયું. 

Their motto is 'Ashva Shakti Yashobal' pic.twitter.com/l8E5jHRrXH

— ANI (@ANI) January 26, 2023

— ANI (@ANI) January 26, 2023

ત્યારબાદ અર્જૂન ટેંક, નાગ મિસાઈલ સિસ્ટમ, બીએમપી-2 એસએઆરએટીએચનું ઈન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ, ક્વિક રિએક્શન ફાઈટિંગ વ્હીકલ, કે-9 વજ્ર ટ્રેક્ડ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન, બ્રહ્મોસ મિસાઈલ, 10 મીટર શોર્ટ સ્પાન બ્રિજ, મોબાઈલ માઈક્રોવેવ નોડ અને મેકેનાઈજ્ડ કોલમમાં મોબાઈલ નેટવર્ક સેન્ટર અને આકાશ (નવી પેઢીના ઉપકરણ) પરેડના મુખ્ય આકર્ષણ રહ્યા. 

— ANI (@ANI) January 26, 2023

મેકેનાઈઝ્ડ ઈન્ફ્રેન્ટ્રી રેજિમેન્ટ, પંજાબ રેજિમેન્ટ, મરાઠા લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ, ડોગરા રેજિમેન્ટ, બિહાર રેજિમેન્ટ ને ગુરખા રેજિમેન્ટ સહિત સેનાની કુલ છ  ટુકડીઓએ સલામી આપી. 

— ANI (@ANI) January 26, 2023

ભારતીય નેવીની ટુકડી
ભારતીય નેવીની ટુકડીમાં 144 યુવા કર્મીઓ સામેલ થયા. તેમનું નેતૃત્વ લેફ્ટેનન્ટ કમાન્ડર દિશા અમૃત કન્ટિજેન્ટ કમાન્ડરે કર્યું. માર્ચ કરનારી ટુકડીમાં પહેલીવાર ત્રણ મહિલાઓ અને છ અગ્નિવીર શામેલ થયા. ત્યારબાદ નેવીની ઝાંખી રહી. તેને 'ઈન્ડિયન નેવી-કોમ્બેટ રેડી, ક્રેડિબલ, કોહેસિવ એન્ડ ફ્યૂચર પ્રુફ થીમ' પર ડીઝાઈન કરાઈ હતી. ઝાંખીની આગળના ભાગમાં ડોર્નિયર વિમાનના મહિલા ચાલક દળને દેખાડવામાં આવ્યું. 

The marching contingent for the first time in history consists of 3 women and 6 men Agniveers pic.twitter.com/jcdUrEVxAj

— ANI (@ANI) January 26, 2023

ભારતીય વાયુસેના ટુકડી
સ્વોડ્રોન લીડર સિંધુ રેડ્ડીના નેતૃત્વમાં ભારતીય વાયુસેના દળમાં 144 વાયુ સૈનિક અને ચાર અધિકારીઓ સામેલ થયા. વાયુસેનાની ઝાંખી પણ જોવા મળી. આ ઝાંખીમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમકે-II, લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ, એરબોર્ન અરલી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ નેત્રા અને સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દેખાડવામાં આવ્યા. ઝાંખીમાં લેઝર ડેઝિગ્નેશન ઉપકરણ અને વિશેષજ્ઞ હથિયારોની સાથે ફાઈટર ગિયરમાં ગરુડની પણ એક ટીમ દેખાડવામાં આવી. કોર્પ્સ ઓફ સિગ્નલની ડેર ડેવિલ્સ ટીમ દ્વારા મોટરસાઈકલ સ્ટંટ કરાયા. 

— ANI (@ANI) January 26, 2023

50 વિમાનોની ફ્લાય પાસ્ટ
ફ્લાય પાસ્ટમાં ભારતીય વાયુસેનાના 45 વિમાનો, ભારતીય નેવીના એક અને ભારતીય સેનાના 4 હેલિકોપ્ટરોએ દિલધડક એર શો દેખાડ્યા. જેમાં રાફેલ, મિગ-29, એસયુ-30, સુખોઈ-30, એમકેઆઈ જગુઆર, સી-130, સી-17, ડોર્નિયર, ડકોટા, એલસીએચ પ્રચંડ, અપાચે, સારંગ, અને એઈડબલ્યુએન્ડસી, જેવા જૂના અને આધુનિક વિમાન/હેલિકોપ્ટર કર્તવ્ય પથ પર, બાજ પ્રચંડ, તિરંગા, તંગૈલ, વજરંગ, ગરુડ, ભીમ, અમૃત અને ત્રિશુલ સહિત અનેક રૂપમાં ઉડીને આકાશ ગજાવી નાખ્યું. રાફેલ ફાઈટર વિમાનો દ્વારા વર્ટિકલ ચાર્લી યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news