Driving License In Digilocker: હવે કાર બાઈક કે સ્કૂટર ચલાવતા લાઈસન્સ સાથે રાખવાની જરૂર નથી

ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, સરકારે DigiLocker નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી, જ્યાં ભારતનો કોઈપણ નાગરિક તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સોફ્ટ કોપી અપલોડ કરી શકે છે. આ નકલ દરેક જગ્યાએ માન્ય છે.

Driving License In Digilocker: હવે કાર બાઈક કે સ્કૂટર ચલાવતા લાઈસન્સ સાથે રાખવાની જરૂર નથી

Driving license in Digilocker:  કાર, બાઈક કે સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ નથી તે આ વાહનો ચલાવી શક્શે નહીં. તેમ છતાં વાહન ચલાવો છો ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. પરંતુ, જો આપણે કહીએ કે હવે આ વાહનો ડ્રાઇવિંગ લાયસન્સ વિના પણ ચલાવી શકાય છે, તો તમને કેવું લાગશે? હકીકતમાં જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તો તમને કાર, બાઇક અથવા સ્કૂટર વગેરે ચલાવવાની મંજૂરી નથી.

પરંતુ, જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે રાખી શકો છો અને વાહનોને તમે ચલાવી શકો છો. આ માટે તમારે માત્ર એક જ કામ કરવું પડશે. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, સરકારે DigiLocker નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી, જ્યાં ભારતનો કોઈપણ નાગરિક તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સોફ્ટ કોપી અપલોડ કરી શકે છે. આ નકલ દરેક જગ્યાએ માન્ય છે.

આવી સ્થિતિમાં, જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી સાથે રાખવા માગતા ના હોવ, તો તમે તેની સોફ્ટ કોપી ડિજી લોકરમાં અપલોડ કરી શકો છો અને ડ્રાઇવિંગ લાયસન્સને ઘરે આરામથી રાખી શકો છો. આ પછી, જો તમે કાર, બાઇક અથવા સ્કૂટર વગેરે ચલાવો છો અને ટ્રાફિક પોલીસ તમને રોકે છે, તો તમે તેમને ડિજી લોકરમાં અપલોડ કરેલા લાયસન્સની સોફ્ટ કોપી બતાવી શકો છો. તે પછી તે તમારા પર કાર્યવાહી કરશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news